વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
સોળમી સદીમાં ઈકવેડોરમાં ખજૂરીના પાનમાંથી બનાવવામાં આવતી અને કાળક્રમે સ્ટાઈલિશ બનેલી હેટની ઓળખાણ પડી? અમેરિકન પ્રેસિડેન્ટની પણ માનીતી રહી છે.
અ) બેરેટ હેટ બ) ઇકવાડા હેટ ક) પનામા હેટ ડ) ફેલ્ટ હેટ

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
હકૂમત પ્રતિસ્પર્ધી
હડધૂત મારી નાખવું
હણવું સત્તા
હય તિરસ્કાર
હરીફ ઘોડો

ગુજરાત મોરી મોરી રે
કવિ કલાઈની અમર રચનાની પંક્તિ પૂરી કરો.
‘રસહીન થઈ છે ધરા અને દયાહીન થયો છે ——————.
અ) નગરશેઠ બ) રાજકુમાર ક) મુખી ડ) નૃપ

જાણવા જેવું
લોણાર સરોવર મહારાષ્ટ્ર રાજ્યના બુલદાણા જિલ્લામાં દક્ષિણ ભાગમાં આવેલું ખારા પાણીનું સરોવર છે. સરોવર મહત્તમ ૧૫૦ મીટરની ઊંડાઈવાળું અને ૧,૬૦૦ મીટર વ્યાસવાળું છે. તેની બાહ્ય કિનારી આજુબાજુના ભાગ કરતાં ૨૦ મીટર ઊંચી છે. તેની બધી બાજુઓ બેસાલ્ટના ખડકોથી બનેલી છે. આ સરોવરનું વિશિષ્ટ લક્ષણ તેની વધુ પડતી ક્ષારતા છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૮૯૬માં મોડર્ન ઓલિમ્પિક્સની શરૂઆત થયા પછી ૨૦૨૪ સુધીમાં સૌથી વધુ મેડલ મેળવનાર યુ એસ એ પછી બીજા નંબરે કોણ છે એ જણાવો.
અ) ઓસ્ટ્રેલિયા
બ) ચીન
ક) સોવિયેત યુનિયન
ડ) જાપાન

નોંધી રાખો
જીવનમાં વિવિધ તબક્કે કેવી પરિસ્થિતિમાં મુકાવું પડે એ આપણા હાથની વાત ભલે ન હોય, એ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો એ આપણા હાથની વાત છે.

માઈન્ડ ગેમ
વિવિધ રાજ્યના બનેલા ભારતમાં અનેક શહેરો આવેલાં છે. આ પૈકી કયા શહેરમાં સૌથી વધુ માનવ વસ્તી છે એ આપેલા વિકલ્પમાંથી જણાવો.
અ) કોલકાતા બ) દિલ્હી
ક) મુંબઈ ડ) ચેન્નઈ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
નિજ પોતાનું
નિત્ય રોજનું
નિકંદન નાશ
નિકેતન ઘર
નિમિષ આંખનો પલકારો

ગુજરાત મોરી મોરી રે
પિટીયા

ઓળખાણ પડી
બુર્જ ખલિફા

માઈન્ડ ગેમ
મોસ્કો

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
યુએસએ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુરેખા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) ભારતી બુચ (૪) સુભાષ મોમાયા (૫) ડો. પ્રકાશ કટકિયા (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) ધીરેન્દ્ર ઉદ્દેશી (૮) પ્રતિમા પમાણી (૯) ક્લ્પના આશર (૧૦) તાહેર ઔરંગાબાદવાલા (૧૧) શીરીન ઔરંગાબાદવાલા (૧૨) અબ્દુલ્લા એફ. મુનીમ
(૧૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૧૪) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) શ્રદ્ધા આશર (૧૭) લજીતા ખોના (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) નિખિલ બંગાળી (૨૧) અમીશી બંગાળી (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેશ દોશી (૨૪) દિલીપ પરીખ (૨૫) પુષ્પા પટેલ (૨૬) જ્યોતિ ખાંડવાલા (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) મનીષા શેઠ(૨૯) ફાલ્ગુની શેઠ (૩૦) હર્ષા મહેતા (૩૧) રજનીકાંત પટવા (૩૨) સુનીતા પટવા (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) અશોક સંઘવી (૩૫)ભાવના કર્વે (૩૬) નીતા દેસાઈ (૩૭) જગદીશ ઠક્કર (૩૮) કિશોર બી. સંઘરાજકા (૩૯) અંજુ ટોલીયા (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) રમેશ દલાલ (૪૨) હિના દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) શિલ્પા શ્રોફ (૪૫) અરવિંદ કામદાર (૪૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૭) અશોક સંઘવી (૫૦) નિતીન બજરીયા (૫૧) હિંમત ખોલીયા (૫૨) કમલેશ મૈઠિઆ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button