પૅરાલિમ્પિક્સની 100 મીટર દોડમાં પ્રીતિ પાલે બ્રૉન્ઝ સાથે નવો ઇતિહાસ રચ્યો
પૅરિસ: અહીં દિવ્યાંગ ઍથ્લીટ્સ માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શુક્રવારે ભારતને ત્રીજો મેડલ રનર પ્રીતિ પાલે અપાવ્યો હતો. તે 100 મીટર દોડમાં ત્રીજા સ્થાને આવતાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. પૅરાલિમ્પિક્સમાં ભારત વતી ઍથ્લેટિક્સની ટ્રૅક ઇવેન્ટમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે.
શુક્રવારે ભારતને પ્રથમ મેડલ શૂટિંગમાં અવની લેખરાએ (ગોલ્ડ) અને બીજો મેડલ એ જ સ્પર્ધામાં મોના અગરવાલે (બ્રૉન્ઝ) અપાવ્યો હતો.
પ્રીતિ પાલે મહિલાઓની ટી-35 કૅટેગરીની 100 મીટર દોડમાં 14.21 સેકન્ડના ટાઇમિંગ સાથે ત્રીજું સ્થાન નોંધાવ્યું હતું. એ તેનું પર્સનલ બેસ્ટ ટાઇમિંગ પણ હતું.
આ પણ વાંચો :પૅરાલિમ્પિક્સની તીરંદાજનાં ગર્ભમાં બાળકની મૂવમેન્ટ થંભી ગઈ અને પછી…
ચીનની ઝોઉ જિયા (13.58 સેકન્ડ) ગોલ્ડ મેડલ અને ચીનની જ ગુઓ કિઆનકિઆન (13.74 સેકન્ડ) સિલ્વર મેડલ જીતી હતી.
પ્રીતિનો બ્રૉન્ઝ પૅરિસ પૅરાલિમ્પિક્સની પૅરા ઍથ્લેટિક્સમાં ભારતનો પ્રથમ મેડલ છે.
પૅરાલિમ્પિક્સમાં ટી-35 કૅટેગરીમાં એવી સ્પર્ધકો ભાગ લે છે જેઓ હાઇપરટૉનિયા, અટૅક્સિયા તથા ઍથેટૉસિસ પ્રકારની શારીરિક તકલીફ ધરાવતી હોય અથવા મસ્તિષ્ક પક્ષાઘાતની બીમારીથી પણ પીડાતી હોય