આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

કૉંગ્રેસનું આંદોલન સફળ: વડા પ્રધાને માફી માગી

છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવા બાબતે માગી માફી, જાણો બીજું શું શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી. આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. અને કૉંગ્રેસ દ્વારા આ મુદ્દે વડા પ્રધાન માફી માગે એવી માગણી સાથે આજે (શુક્રવારે) આંદોલન પણ કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના માટે માફી માગી હતી. વડા પ્રધાન મોદીએ આ ઘટના માટે માફી માગતા કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ અમારા માટે આરાધ્ય છે. ચાલો જાણીએ પીએમ મોદીએ બીજું શું શું કહ્યું હતું?

શું કહ્યું વડા પ્રધાન મોદીએ?

શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યારે મને વડા પ્રધાનપદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો ત્યારે હું સૌથી પહેલા રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ગઢ પર ગયો હતો. તાજેતરમાં સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું તેને માટે હું માફી માગું છું. શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, આપણા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય છે. હું શિવાજી મહારાજના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.

કેટલાક લોકો સાવરકરને ગાળો આપતા રહે છે – વડા પ્રધાન

મહારાષ્ટ્રના પાલઘરમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેટલાક લોકો વીર સાવરકરને અપશબ્દો કહેતા રહે છે, પરંતુ તેમનું અપમાન કરવા બદલ માફી માગવા તૈયાર નથી. અમારા મૂલ્યો અલગ છે, અમે એવા લોકો નથી કે જેઓ દરરોજ દેશભક્તોની ભાવનાઓનું અપમાન કરતા રહે, ભારત માતાના મહાન સપૂત આ ભૂમિના લાલ વીર સાવરકર. વીર સાવરકરને અપશબ્દો બોલીને પણ તેઓ માફી માગવા તૈયાર નથી. તેઓ પસ્તાવો નથી કરતા…મહારાષ્ટ્રના લોકો હવે તેમના મૂલ્યો જાણી ગયા છે.

આ પણ વાંચો: Maharashtra:શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાની ઘટનામાં મોટી કાર્યવાહી, આરોપી ચેતન પાટીલની ધરપકડ

મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા – વડા પ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ બંદરનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે રૂ. 76,000 કરોડ છે. વડા પ્રધાન મોદીએ લગભગ રૂ. 1,560 કરોડની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. વઢવાણ બંદરનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું ક્ધટેનર પોર્ટ હશે.

નવું ભારત, ઈતિહાસમાંથી બોધપાઠ લે છે: વડા પ્રધાન

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હવે આ ભારત નવું ભારત છે. ન્યૂ ઈન્ડિયા ઈતિહાસમાંથી બોધપાઠ લે છે, તેની ક્ષમતાને ઓળખે છે, તેના ગૌરવને ઓળખે છે, ગુલામીની બેડીઓના દરેક નિશાનને પાછળ છોડીને, ન્યૂ ઈન્ડિયા દરિયાઈ માળખામાં નવા સીમાચિહ્નો સ્થાપી રહ્યું છે.

એક સમય હતો જ્યારે ભારતની ગણતરી વિશ્ર્વના સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી દેશોમાં થતી હતી. ભારતની સમૃદ્ધિનો મુખ્ય આધાર ભારતની દરિયાઈ શક્તિ હતી… આપણી આ શક્તિ મહારાષ્ટ્ર કરતાં વધુ સારી રીતે બીજું કોણ જાણી શકે?

અજિત પવારે માફી પણ માગી હતી
સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા બદલ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે બે-ત્રણ દિવસ પહેલા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી હતી.

આ ખૂબ જ નિંદનીય છે. આમાં જે પણ દોષી હશે તેને સજા થશે. હું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન મહારાષ્ટ્રની 13 કરોડ જનતાની માફી માંગુ છું. છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્રના દેવતા છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…