આમચી મુંબઈમહારાષ્ટ્ર

કેમ થઈ મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષની હાઉસ એરેસ્ટ?

મુંબઈ: મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે શુક્રવારે એવો દાવો કર્યો હતો કે તેમને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના ઘરની બહાર કૉંગ્રેસી કાર્યકર્તાઓ એકઠા થયા હતા. બાદમાં આ બધાને બંધ વૅનમાં મુંબઈના શિવાજી પાર્કમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો : Maharashtra:શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાની ઘટનામાં મોટી કાર્યવાહી, આરોપી ચેતન પાટીલની ધરપકડ

મહારાષ્ટ્રના સિંધુદુર્ગના માલવણ ખાતે રાજકોટ કિલ્લામાંની પ્રતિમાનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિસેમ્બર 2023 માં કરવામાં આવ્યું હતું અને માત્ર આઠ મહિના પછી તે તૂટી પડ્યું હતું. વડા પ્રધાન મોદી આજે (30 ઑગસ્ટ) મુંબઈમાં હોવાથી યુથ કોંગ્રેસ દ્વારા વડા પ્રધાન માફી માગે એવી માગણી સાથે દેખાવો કરવાની હતી. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે એવો પણ દાવો કર્યો હતો કે પીએમ મોદીની મુલાકાત પહેલા શુક્રવારે સવારે વિરોધ પ્રદર્શનની યોજના બનાવવા માટે પોલીસે અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે તેમની હાઉસ એરેસ્ટ કરી હતી.

આ પણ વાંચો :સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે હવે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માગી માફી અને કહ્યું…

‘પોલીસ સવારે 7 વાગ્યાથી મારા ઘરે છે. તેઓ મને બે ડગલાં પણ ચાલવા દેતા નથી. જો (વડા પ્રધાન) ને માફી માગવા અથવા મૌન વિરોધ કરવા કહેવું એ ગુનો છે તો હું શું કહી શકું. જો દેશના વડા પ્રધાનને પ્રશ્ર્નો પૂછી ન શકાય, તો આપણે કોની સમક્ષ અમારા પ્રશ્ર્નો પૂછવા જોઈએ, એમ વર્ષા ગાયકવાડે શુક્રવારે સવારે કહ્યું હતું.

સાંસદ વર્ષા ગાયકવાડની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ બાદમાં પોલીસ વાનમાં શિવાજી પાર્ક, દાદર પહોંચ્યા અને પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને અને કાળી રિબન બાંધીને તેમના દેખાવો કર્યા હતા.

આ પણ વાંચો :સિંધુદુર્ગમાં પ્રતિમા તૂટવા મુદ્દે રાજકારણ ગરમાયુંઃ નવી પ્રતિમા બનાવવાની તૈયારી વચ્ચે રાજકીય વિરોધ વકર્યો…

અમે અહીં આખા મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. છત્રપતિ શિવાજી મહારાજ અમારી ઓળખ અને ગૌરવ છે, તેની સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. ખુદ વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલી પ્રતિમા આઠ મહિનામાં ધરાશાયી થઈ ગઈ.

તેમની નૈતિક જવાબદારી છે કે તેઓ દેશના લોકોની માફી માગે એમ જણાવતાં ગાયકવાડે ઉમેર્યું હતું કે પવનના દબાણને કારણે પ્રતિમા તૂટી પડવા જેવા કારણો મહારાષ્ટ્રને સ્વીકાર્ય નથી.

દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દુર્ઘટના બાદ બે ટેકનિકલ કમિટીની રચના કરી છે. બેમાંથી એક કમિટી પ્રતિમા તુટી પડવાના કારણની તપાસ કરશે અને બીજી તે જ જગ્યાએ વહેલી તકે નવી પ્રતિમા ઊભી કરવાનું કામ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button