‘અંગદાનને માનવ જીવનની એક રીત બનાવવાની જરૂર, જેથી દિવ્યાંગ લોકોને નવું જીવન આપી શકાય’: ચાંગસન

“અંગદાન આપણા માટે જીવનની એક રીત બનાવવાની જરૂર છે જેથી કરીને આપણે દિવ્યાંગ લોકોને નવું જીવન આપી શકીએ.” આ વાત સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના એડિશનલ સચિવ સુશ્રી એલ.એસ. ચાંગસન દ્વારા આજે અહીં “ભારતમાં ટેકનોલોજી, પ્રક્રિયાઓ અને કાયદાની દ્રષ્ટિએ અંગ અને પેશીઓના દાન અને પ્રત્યારોપણ માટે જરૂરી સુધારાઓ” પર ચિંતન શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોમાં જનરલ હેલ્થ સર્વિસિસ (DGHS)ના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) અતુલ ગોયલ, નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO)ના ડાયરેક્ટર ડૉ. અનિલ કુમાર, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ વંદના જૈન પણ ઉપસ્થિત હતા.
પોતાના ઉદઘાટન સંબોધનમાં સુશ્રી એલ.એસ. ચાંગસને જણાવ્યું હતું કે “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અંગ દાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને એ હકીકત પર ભાર મૂક્યો હતો કે મૃત્યુ પછી અંગોનું દાન કરનાર વ્યક્તિ વિભિન્ન અંગ નિષ્ફળતાથી પીડિત આઠ રોગીઓને નવું જીવન આપી શકે છે.” તેમણે દેશમાં અંગદાનની વિશાળ જરૂરિયાતને પહોંચી વળવા માટે મૃત વ્યક્તિઓ પાસેથી અંગદાનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ હેતુ માટે સરકારના પ્રયાસોને રેખાંકિત કરતાં, સુશ્રી ચાંગસને જણાવ્યું કે “ભારત સરકારે અંગોના દાન અને પ્રત્યારોપણ માટે “એક રાષ્ટ્ર, એક નીતિ”ની નીતિ અપનાવી છે અને આ સંદર્ભે રાજ્ય સરકારો સાથે પરામર્શ પ્રક્રિયા પણ શરૂ કરી છે. અમારું ધ્યાન અંગ પ્રત્યારોપણ માટે ખાસ કરીને સરકારી સંસ્થાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રશિક્ષિત માનવબળની ઉપલબ્ધતા સુધારવા પર છે. તેમણે વધુમાં કહ્યું કે સરકારે પહેલેથી જ “અંગદાન જન જાગૃતિ અભિયાન” નામથી અંગદાન જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે જે વિવિધ રાજ્યો અને સંસ્થાઓમાં સક્રિયપણે ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : પાકિસ્તાને વડા પ્રધાન મોદીને મોકલ્યું આમંત્રણ, પાકિસ્તાનમાં યોજાશે આ મહત્વની સમિટ…
જનરલ હેલ્થ સર્વિસીસ (DGHS)ના ડાયરેક્ટર ડૉ. અતુલ ગોયલે જણાવ્યું હતું કે “NOTTO એ ભારતમાં અંગ અને પેશી પ્રત્યારોપણના ક્ષેત્રે આગેવાની લીધી છે. ચિંતન શિબિર સિસ્ટમને સ્થાને મૂકવા માટે આત્મનિરીક્ષણની તક પૂરી પાડે છે.” તેમણે ઉમેર્યું હતું કે “આપણા રાષ્ટ્રમાં દાન એટલે કે પરોપકારની પરંપરા રહી છે. જ્યારે કે આપણી પાસે જીવંત દાન છે, ત્યારે અમારે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મૃતકના દાનને શક્ય તેટલું પ્રોત્સાહિત કરવાની જરૂર છે.”