Cyclone Asna : કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો

ગાંધીનગર : ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન વિભાગે સંભવિત વાવાઝોડાની(Cyclone Asna) આગાહી કરી છે. જેમની અસર આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકિનારે જોવા મળી રહી છે. જેમાં દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના દરિયાઓમાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળી રહ્યો છે. તેમજ દરિયા કિનારા વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ પણ સાવચેતીના ભાગરૂપે લગાવવા માં આવ્યું છે.
800 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું
જેમાં કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આ વાવાઝોડાની અસર થવાની શક્યતાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં પણ દરિયા કિનારે રહેતા 800 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથના દરિયામાં ભરતીના સાથે કરંટ જોવા મળ્યો છે.
દરિયામાં ભરતી અને ભારે પવન ફૂંકાઇ શકે છે
હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે થઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આ આગાહી મુજબ દરિયામાં ભરતી અને ભારે પવન ફૂંકાઇ શકે છે. જ્યારે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
Also Read –