આ માત્ર રેલવે સ્ટેશન નહીં પણ લાખો મુંબઈગરાની મંઝિલનો એક પડાવ પણ છે
ટીવી કે ફિલ્મોમાં મુંબઈની વાત હોય એટલે આ સ્ટેશન જ દેખાડવામાં આવે છે, ખ્યાલ આવ્યો કે અમે અહીં કયા સ્ટેશનની વાત કરીએ રહ્યા છીએ?
અહીં વાત થઈ રહી છે મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એટલે કે સીએસેમટી રેલવે સ્ટેશનની?
મુંબઈમાં આવેલું આ બ્રિટીશકાલીન રેલવે સ્ટેશન માત્ર રેલવે સ્ટેશન ના રહ્યું હોઈ જાણે જીવતું જાગતું ધબકતું મુંબઈનું હૃદય બની ગયું છે
171 વર્ષ જૂના આ રેલવે સ્ટેશનની શાન અને રોનક બિલકુલ ઝાંખી પડી નથી
વાસ્તુકળાના ઉત્તમ નમૂના સમાન આ રેલવે સ્ટેશનને જોવા માત્ર દેશના ખુણે-ખુણેથી નહીં પણ વિદેશથી લોકો આવે છે
આ સ્ટેશનના નામે એક બીજો રેકોર્ડ પણ બોલાય છે અને એ એટલે તાજમહેલ પછી સૌથી કોઈ જગ્યાના ફોટો ક્લિક થયા હોય તો તે છે સીએસએમટી
ફ્રેડરિક સ્ટિવન્સ દ્વારા ડિઝાઈન કરાયેલી આ ઈમારતની વાસ્તુકળા અને સુંદરતાને જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે
પહેલાં આ સ્ટેશનનું નામ બોરી બંદર હતું, ત્યાર બાદ 1978માં મહારાણી વિક્ટોરિયાના માનમાં આ સ્ટેશનનું નામ વિક્ટોરિયા ટર્મિનસ રાખવામાં આવ્યું
1996માં આ સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ રાખવામાં આવ્યું અને 2017માં નામમાં મહારાજ શબ્દ ઉમેરવામાં આવ્યો