Vadodara ની વિશ્વામિત્રી નદીના રિડેવલપમેન્ટ માટે 1200 કરોડના પેકેજની મંજૂરી

Vadodara: Vadodarમાં વિશ્વામિત્રી નદીના પાણીના લીધે પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે શહેરની સ્થિતિની સમીક્ષા કરવા વડોદરા પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર કચેરીમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી વિભાગો સાથે બેઠક યોજી અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. જ્યારે વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વડોદરા માટે વિશ્વામિત્રી રિવર રિવાઇવલ એન્ડ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની ખાસ માંગણી કરી હતી. જેના પગલે સીએમએ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 1200 કરોડ રૂપિયા હશે.
આ સાથે મુખ્યમંત્રીએ સ્વચ્છતા, આરોગ્ય, રસ્તા અને વીજળી જેવા કામો માટે લોકોને હાકલ કરી છે. વડોદરા શહેરમાંથી સ્વચ્છતા કર્મચારીઓ સહિત કુલ મળીને આશરે 3,500થી 4000 લોકો આજે રાત્રે કામ કરશે અને આજે સાંજ સુધીમાં જ્યાં પણ પાણી ઓછું થઈ ગયું છે તે તમામ વિસ્તારોની સફાઇ કરવામાં આવશે.
150 ટ્રાન્સફોર્મર મોડી રાત સુધીમાં કાર્યરત થઇ ગયા
વડોદરા શહેરમાં પાણી વિતરણ કરતા 13 સંપ બંધ થયા હતા, જે પૈકી હવે માત્ર 4 જ બંધ હાલતમાં છે. આવી કપરી પરિસ્થિતિમાં શહેરમાં વીજ વિતરણ કરતા 118 ફીડર બંધ થઈ ગયા હતા. જે પૈકી 22 ફીડર ગુરુવાર મોડી સાંજ સુધીમાં શરૂ થઈ ગયા છે. બાકીના 12 ફીડરમાં હજુ પાણી ભરાયું છે. તેને પાણી ઓસરતાં તરત શરૂ કરી દેવાશે. 150 ટ્રાન્સફોર્મર મોડી રાત સુધીમાં કાર્યરત થઇ ગયા છે.
40 જેટલા ટેન્કરો મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું
આ કામગીરી માટે 40 ટીમ કાર્યરત છે, વધારાની 10 ટીમ પણ કામે લગાડવામાં આવી છે. પાણી વિતરણ વ્યવસ્થાઓ પૈકી 34 શરૂ થઈ ગઈ છે. 441 એમએલડી પાણીનું સુપર ક્લોરીનેશન કરી વિતરણ કરાયું છે. શહેરના 10 ટકા વિસ્તારમાં 40 જેટલા ટેન્કરો મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
NDRF અને SDRFની 7 ટીમો કાર્યરત
તેમણે કહ્યું છે કે, વડોદરામાં ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે હવે રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ્ય રાહત અને બચાવની કામગીરી ઉપર છે. શહેરમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા આર્મીની ત્રણ, NDRF અને SDRFની 7 ટીમો કાર્યરત છે.
સુરત સહિતના શહેરોમાંથી ફાયરની 9 ટીમો મોકલાઇ
અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાંથી ફાયરની 9 ટીમો મોકલાઇ છે. અત્યાર સુધીમાં 185 મેટ્રિક ટન કચરો સાફ કરાયો છે. પૂર ઓસરતા 48 જેસીબી, 78 ડમ્પર, 63 ટ્રેક્ટર તથા 232 કચરા ગાડી સફાઇ કામમાં જોતરાશે. શહેર અને જિલ્લાના 40 PHC,4CHCઅને 72 શહેરી આરોગ્ય કેન્દ્રો અને 1350 આરોગ્ય કર્મીઓ કામગીરીમાં જોડાયા છે.
Also Read –