અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

સાવધાન ! Gujarat ના દરિયાકાંઠે આજે ચક્રવાત અસનાનો ખતરો, તંત્ર સતર્ક…

અમદાવાદઃ ગુજરાતના(Gujarat)મોટાભાગનાં વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત પૂર અને વરસાદ સામે ઝઝૂમ્યા બાદ હવે ચક્રવાત અસનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આજે શુક્રવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત રચાશે જે ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારોમાં 60-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આજે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. આ વાવાઝોડાની શક્યતાને પગલ સમગ્ર તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતની ડીપ ડિપ્રેશન અરબ સાગરમાં બનશે Cyclone Asna: શું રહેશે ગુજરાતમાં તેની અસર ?

આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદઃ હવામન વિભાગ દ્વારા આજે 30મીના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઇ આગાહી નથી.

31મી ઓગસ્ટે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ

જ્યારે 31મી ઓગસ્ટના રોજ કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદનું કોઇ એલર્ટ નથી.

આ પણ વાંચો : વડોદરામાં ભારે તબાહી : 50 લાખની કાર પાણીમાં ડૂબતાં યુઝર્સે કહ્યું….

1લી નવેમ્બરે વડોદરા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ

હવામાન વિભાદ દ્વારા 1લી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. જ્યારે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ છે. આ ઉપરાંતનાં કોઇ જ જિલ્લામાં વરસાદની કોઇ આગાહી આપવામાં આવી નથી.

આ પણ વાંચો : આગામી 24 કલાકમાં ભયાનક વાવાઝોડું કચ્છને ધમરોળશે

બીજી નવેમ્બરે વડોદરા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ

બીજી નવેમ્બરના રોજ વડોદરા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ભાવનગર, આણંદ, ભરુચ, નર્મદા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઇ આગાહી આપવામાં નથી આવી. ત્રીજી નવેમ્બરના રોજ ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે.

છેલ્લા 80 વર્ષમાં ચોથી વખત જમીન ઉપર ઊભું થશે વાવાઝોડું

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાતમાં વરસાદ અને પૂરની ભયંકર સ્થિતિ છે. ડીપ ડિપ્રેશનના કારણે આવું બન્યું છે. હવે આ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયુ છે. છેલ્લા 80 વર્ષમાં ચોથી વખત આવું થઈ રહ્યું છે. આ પહેલા 1944, 1964 અને 1976માં આવું દુર્લભ હવામાન જોવા મળ્યું હતું. જ્યારે જમીન ઉપર એક્ટિવ ડીપ ડિપ્રેશન એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી શોષીને વધુ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. તે દરિયામાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button