વિધાનસભ્યો પોલીસ સાથે ઘરના નોકર જેવી વર્તણૂકઃ વડેટ્ટીવારનો મોટો આક્ષેપ

મુંબઈ: વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે શિંદે જૂથના વિધાનસભ્યો તુમાખીભર્યું વર્તન કરતા હોવાનો આક્ષેપ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક પોલીસ કર્મચારી કારની સફાઇ કરતો જોવા મળી રહ્યો છે. ‘પોલીસ સાથે ઘરનોકર જેવું વર્તન કરવામાં આવે છે અને આ સત્તાનો કેફ છે એવા આશયની પોસ્ટ વિજય વડેટ્ટીવારે કરી છે.
આ પોસ્ટમાં વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે જે ‘શિંદે જૂથના વિધાનસભ્યોમાં સત્તાનો કેફ તો જુઓ..ખાખી ગણવેશધારી પોલીસ સાથે ઘર નોકર જેવું વર્તન કરે છે. મહારાષ્ટ્રની જનતાને ખાખી વર્દીના પોલીસ માટે વિશેષ આદર હોય છે. છે. એ ખાખી ગણવેશની ધાક હોય છે.
આ પણ વાંચો: ગુજરાતના જીએસટી અધિકારીએ સાતારામાં 640 એકર જમીન ખરીદી: વડેટ્ટીવાર
જોકે, મહાયુતિના શાસનમાં ભાજપ-શિંદેના વિધાન સભ્યો અને સંસદ સભ્યો આ ખાખી ગણવેશનું દરરોજ કેવી રીતે અપમાન કરે છે એ સમગ્ર મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે. રાણે અને સંજય ગાયકવાડ… શા માટે મહારાષ્ટ્ર પોલીસ આ બધું સહન કરી રહી છે? શું ગૃહપ્રધાન અને મુખ્ય પ્રધાન દ્વારા પોલીસ વિભાગ પર વિધાનસભ્યો અને સંસદ સભ્યોને ખુશ રાખવાનું દબાણ છે?’
વિજય વડેટ્ટીવારે રેડ સર્કલ કરીને આ વીડિયો પોસ્ટ કર્યો છે. મહારાષ્ટ્રના બુલઢાણાના આ વીડિયોમાં પોલીસ એક બંગલાની બહાર પાર્ક કરેલી કારને ધોઈને સાફ કરતો દેખાય છે. મહારાષ્ટ્ર સરકાર પોલીસ સાથે ગર્ભ નોકર જેવું વર્તન કરી રહી છે એવો આરોપ વિજય વડેટ્ટીવારે કર્યો છે.
આ પણ વાંચો: વડેટ્ટીવાર પાકિસ્તાનની ભાષા બોલે છેઃ ફડણવીસે કોંગ્રેસ નેતાને આડે હાથ લીધા
શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડની ઓફિસ બહાર એક પોલીસકર્મી વાહનની સફાઈ કરતો હોય એવો એક વીડિયો સામે આવ્યો છે. પૂર્વ વિધાનસભ્ય અને કોંગ્રેસ નેતા હર્ષવર્ધન સપકાળે પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કરીને સવાલ કર્યો છે કે છે કે ‘મારા મહારાષ્ટ્રની કેવી દશા થઈ ગઈ છે?’ વડેટ્ટીવારે આ જ વિડીયો પોસ્ટ કરી, લખાણ ઉમેરી શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડની ટીકા કરી છે.