મનોરંજન

Salman Khan-Aishwarya Raiનો આ વીડિયો જોઈને Bachchan Family તો…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં ફિલ્મો અને બચ્ચન પરિવાર બંનેથી ભલે દૂર હોય પણ દરરોજ કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતી જ હોય છે. છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સની અફવાઓનું બજાર એકદમ ગરમ છે. અભિષેક સાથે લગ્ન પહેલાં ઐશ્વર્યાનું નામ સલમાન ખાન સાથે જોડાયું હતું. ઐશ્વર્યા અને સલમાને ભલે સાથે બહુ ફિલ્મો ના કરી હોય પણ બંનેના અફેયરના કિસ્સા આજે પમ એકદમ મશહૂર છે.

પણ આપણે જે વાત કરી રહ્યા છીએ એ કિસ્સો સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનો. આ ફિલ્મમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય જણ એક સાથે જોવા મળ્યા હતા અને બંનેની જોડી ફેન્સને ખૂબ જ ગમી ગઈ. બંને લૂક્સમાં, એક્ટિંગમાં અને સ્ટાઈલમાં એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતા હતા. ઓન સ્ક્રીન તો બંનેની કેમેસ્ટ્રી કમાલની હતી જ પણ બિહાઈન્ડ ધ સીન્સ પણ એમની મસ્તી કંઈ ઓછી નહોતી.



હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમ દિલ દે ચૂકે સનમની શૂટિંગની કેટલાક સીન્સ શેર કરવામાં આવ્યા છે, જેમાં સલમાન અને ઐશ્વર્યા શૂટિંગ કરતાં જોવા મળી રહ્યા છે. એક સીનમાં સંજય લીલા ભણસાલી બંનેને સમજાવતા જોવા મળી રહ્યા છે, પણ દાદરા ઉતરવાના સીનમાં ઐશ્વર્યા અચાનક મસ્તીના મૂડમાં આવી જાય છે અને જોર જોરથી હસવા લાગે છે. એક સાથે બેડ પર પડવાના સીનમાં પણ ઐશ્વર્યા અને સલમાન મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોની કેપ્શનમાં આ સીનને હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મના બેસ્ટ સીન ગણાવવામાં આવ્યા છે. આ વીડિયો જોઈને ફેન્સના દિલમાં ફરી સલમાન ઐશ્વર્યાની જોડીની યાદો તાજા થઈ ગઈ છે. એક યુઝરે લખ્યું છે કે આ લોકોએ તો સેટ પર પણ ખૂબ જ મસ્તી કરી છે. બીજા એક ફેને કમેન્ટ કરતાં લખ્યું છે તકે આ જોડીને કારણે જ તેણે આ ફિલ્મ 20 વખત જોઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ દરમિયાન જ ઈન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યા અને સલમાનના અફેયરની ચર્ચા એકદમ જોરશોરથી થઈ રહી હતી. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને એની સાથે સાથે જ સેંકડો ફેન્સના દિલ પણ તૂટી ગયા અને બંનેમાંથી કોઈએ આ વિશે ચર્ચા કરી નથી કે ન તો આ વિશે વાત કરી છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button