સપ્ટેમ્બરમાં ગ્રહોનું થશે મહાગોચર, આ રાશિના જાતકોનો શરુ થશે Golden Period….
દરેક ગ્રહ પોતાના નિશ્ચિચ સમય પર ગોચર કરે છે. અને જૂનથી લઈને અત્યાર સુધીના ત્રણેય મહિનામાં ગ્રહોની મોટી હિલચાલ જોવા મળી હતી અને હવે બે દિવસ બાદ શરૂ થનારા સપ્ટેમ્બર મહિનામાં પણ ત્રણ મોટા ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકો માટે સોનાનો સૂરજ ઉગશે, આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આવો જોઈએ કયા છે આ મહત્ત્વના ગ્રહો અને કઈ રાશિના જાતકોને તેઓ લાભ કરાવી રહ્યા છે-
હિંદુ પંચાગ અનુસાર આવતા મહિને બુધ, સૂર્ય અને શુક્ર પરિવરત્ન કરવા જઈ રહ્યા છે. આ ત્રણેય મહત્ત્વના ગ્રહોની હિલચાલનને કારણે અનેક રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે. જોકે, આ દરમિયાન કેટલીક રાશિઓ એવી પણ છે કે જેમને સાવધ રહેવાની જરૂર છે. પરંતુ આપણે અહીં વાત કરીશું એવી રાશિઓ વિશે કે જેમને બુધ, સૂર્ય અને શુક્રના ગોચરથી લાભ થઈ રહ્યો છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ચોથી સપ્ટેમ્બરના બુધ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં તો 16મી સપ્ટેમ્બરના સૂર્ય કન્યા રાશિમાં અને અને શુક્ર તુલા રાશિમાં ગોચર કરશે. ત્રેવીસમી સપ્ટેમ્બપના બુધ પણ સિંહ રાશિમાં કન્યા રાશિમાં ગોચર કરશે. આ ગોચરને કારણે અમુક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે, આ રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો : શનિ-સૂર્યએ બનાવ્યો શુભ યોગ, 20 દિવસ સુધી ધનમાં આળોટશે આ રાશિના જાતકો…
મેષઃ
મેષ રાશિના જાતકો માટે સપ્ટેમ્બરમાં થઈ રહેલી ત્રણ ગ્રહોનું ગોચર લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ દરમિયાન આ રાશિના જાતકોને કામના સ્થળે પારાવાર લાભ થઈ રહ્યો છે. નોકરી શોધી રહેલાં લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવાર સાથેના સંબંધો સુધરી રહ્યા છે. દરેક કામમાં સફળતા મળી રહી છે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે પણ સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ દરમિયાન આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. નોકરી કરવાનું વિચારી રહેલાં લોકો માટે અનુકૂળ સમય છે. આવકના સારા સારા સ્રોત ઊભા થઈ રહ્યા છે. જૂના રોકાણથી લાભ થઈ રહ્યો છે. પરિવારનો સાથ-સહકાર મળશે. કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત થશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આ મહિનો વરદાન સમાન સાબિત થશે. આ દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અનુકૂળ સમય છે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે