મનોરંજન

Kangana Ranautએ આ અભિનેત્રીને કારણે ઠોકીએ દીધી પોલીસની જિપ અને…

બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન Kangana Ranaut હાલમાં તેની ફિલ્મ ઈમર્જન્સીને લઈને લાઈમલાઈટમાં રહે છે. અત્યાર સુધીના ફિલ્મી કરિયરમાં કંગનાએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને હવે તેણે રાજકારણ પણ જોઈન કર્યું છે. આ બધા વચ્ચે કંગના પોતાનું ફિલ્મી અને પોલિટિકલ કરિયર વચ્ચે બેલેન્સ જાળવીને આગળ વધી રહી છે. દરમિયાન તેણે એક એવો દીપિકા પદુકોણને લઈને એવો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે આ ખુલાસો-

એક્ટ્રેસે જણાવ્યું હતું કે કઈ રીતે એક વખત દીપિકા પદુકોણને કારણે તેણે પોલીસને ગાડીને ટક્ક મારી હતી. કંગના રનૌતે વાતચીત દરમિયાન એ સમયને યાદ કર્યો હતો કે જ્યારે તે ડ્રાઈવિંગ સીખી રહી હતી અને ડ્રાઈવિંગ સિખતી વખતે ઘણી વખત એક વાહનની બીજા વાહન સાથે ટક્કર થાય એ સ્વાભાવિક છે. મેં અને દીપિકાએ એક સાથે ડેબ્યુ કર્યું હતું અને હું અને દીપિકા અને એક જ ડ્રાઈવિંગ સ્કૂલમાં ડ્રાઈવિંગ શીખતા હતા. અમે બંને જણ બાંદ્રામાં રહેતાં હતા. મેં પહેલી જ વખત ડ્રાઈવિંગ ટેસ્ટ આપી હતી અને મેં સેન્ટ્રોને ઓટો રિક્ષાને ટક્કર મારી દીધી. ડ્રાઈવર જ્યારે બુમો પાડતો બહાર આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મેં બ્રેકને બદલે એસ્કેલેટર દબાવી દીધું હતું. ઓટો ડ્રાઈવર એટલો ડરેલો હતો કે કે તે ભાગી ગયો. કદાચ તે એવું પણ વિચારી રહ્યો હશે કે કેવી મુરખ બાઈ છે.

આ પણ વાંચો: હવે કંગના રાહુલ ગાંધી માટે શું બોલી ગઈ, પાર્ટીએ ઠપકો આપ્યો પણ…

આ ઘટના બાદ કંગનાએ ગાડી ચલાવવાનું છોડી દીધું. પાંચ વર્ષ બાદ જ્યારે તેણે દીપિકા પદુકોને એસયુવી કાર ચલાવતી જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે બંનેએ એક જ સાથે ઈન્ડસ્ટ્રીમાં આવ્યા, એક જ ડ્રાઈવિંગ સ્કુલમાં ડ્રાઈવિંગ શિખ્યા અને તે અત્યારે ડ્રાઈવિંગ કરી શકે છે અને હું નહીં. પરંતુ હવે કંગનાને થયું કે ચાલો એક ટ્રાય કરીએ અને તેણે ફરી ડ્રાઈવિંગ શિખવાની ટ્રાય કરી. એ સમયે તેની પાસે બીએમડબ્લ્યુ આવી ગઈ હતી.

આ પણ વાંચો: કંગના રનૌત સામે નવી આફતઃ ઈમરજન્સી રિલીઝ થશે કે નહીં?

એક અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કર્યા બાદ કંગના રનૌત ફરી ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા ગઈ. હવે આ વખતે તો રિક્ષાને બદલે કંગનાની આગળ પોલીસની જિપ હતી. વર્ષો પહેલાં કરેલી ભૂલ કંગનાએ ફરી કરી અને તેણે બ્રેકને બદલે એસ્કેલેટર દબાવી દીધું અને પોલીસની ગાડીને ઠોકી દીધી. ડ્રાઈવરે કહ્યું કે મેડમ તમે પોલીસની ગાડીને ઠોકી દીધી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ કંગનાની ફિલ્મ ઈમર્જન્સી સપ્ટેમ્બર મહિનામાં રીલિઝ થવા તૈયાર છે અને આ સિવાય કંગના હવે રાજકારણમાં પણ સક્રિય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button