આપણું ગુજરાતટોપ ન્યૂઝવડોદરા

વરસાદના વિનાશ પછી વડોદરાવાસીઓને મહાકાય મગરોએ દોડતા કરી મૂક્યા, જોઈ લો વીડિયો

વડોદરા: છેલ્લા ચાર દિવસથી મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. સતત પડી રહેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પુર આવતા વડોદરા શહેર પાણીમાં ગરકાવ (Vadodara Flood) થઇ ગયું છે. તંત્ર બચાવ કામગીરી કરીને લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યું છે. પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે પણ વડોદરાવાસીઓનો ઓછો થયો નથી, શહેરના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં મહાકાય મગરો ફરતા જોવા મળી રહ્યા છે.

વિશ્વામિત્રી નદીમાં સેંકડો મગરોનો વસવાટ છે, નદીનું જળસ્તર વધતા પાણી સાથે મગરો પણ વડોદરા શહેરમાં ઘુસી આવ્યા છે. એક એહવાલ મુજબ શહેરના અકોટા સ્ટેડિયમ વિસ્તારમાં એક ઘરની છત પર મગર જોવા મળ્યો હતો. આ ઉપરાંત વડોદરામાં વિવિધ સ્થળોએ જોવા મળ્યા હતાં.

વડોદરાના કામનાથનગરના એક ઘરમાં એક મહાકાય મગર ઘૂસી આવ્યો હતો. 15 ફૂટ લાંબા મહાકાય મગરને જોઈને સ્થાનિકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને મગરને પકડી રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.

અવસર પાર્ટી પ્લોટ પાસે 10 ફૂટ લાંબો મગર ફરતો જોવા મળ્યો હતો. વન વિભાગે તુરંત કાર્યવાહી કરી ભારે મહેનત બાદ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું, દોરડા વડે બાંધીને મગરને પાંજરમાં પુરવામાં આવ્યો હતો.

વડોદરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક રહેણાંક વિસ્તારમાં ચારેબાજુ પાણી દેખાઈ રહ્યું છે. ઘરો અડધાથી વધુ પાણીમાં ડૂબેલા જોવા મળે છે. આ પૂર જેવી સ્થિતિ વચ્ચે એક મગર ઘરની છત પર આરામ કરતો જોવા મળે છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો