Appleએ તેની અગામી ઇવેન્ટની સત્તાવર રીતે જાહેરાત કરી દીધી છે, જેની iPhone ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

9 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે ઇવેન્ટ શરુ થશે

આ ઇવેન્ટ દરમિયાન iPhone 16 લાઇનઅપ લોન્ચ કરવામાં આવશે

સોશિયલ મીડિયા પર iPhone 16ના ફીચર્સ અને કિંમત અંગે ઘણી અટકળો ચાલી રહી છે.

એક અહેવાલ મુજબ iPhone 16ની કિંમત US $799 હોઈ શકે છે, ભારતીય ચલણમાં આ કિંમત 67,100 રૂપિયા થાય છે.

iPhone 16 Plus ની શરૂઆતની કિંમત US $899 હોઈ શકે છે.

iPhone 16 Proની શરૂઆતની કિંમત US $1,099 હોઈ શકે છે.

ગત વર્ષે iPhone 15ને પણ US$ 799 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો, જેને ભારતમાં 79,900 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો

iPhone 15ની સરખામણીમાં iPhone 16ના મોડેલમાં ઘણા ફેરફારો હશે

iPhone 16માં કેમેરાની નવી ડિઝાઇન જોવા મળી શકે છે, નવા કેમેરા સેન્સર પણ હોઈ શકે છે.