મનોરંજન

ભ્રષ્ટાચારના આરોપો પર સેન્સર બોર્ડે કરી આ ચોખવટ..

તમિલ એક્ટર વિશાલે સેન્સર બોર્ડ પર ફિલ્મ પાસ કરાવવા માટે લાંચ લીધાનો આરોપ મુકી મોટો વિવાદ ઉભો કર્યો છે. આ વિવાદના ઘેરા પ્રત્યાઘાત પડતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે પણ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે હવે સેન્સર બોર્ડે પણ મૌન તોડતા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે અભિનેતાના આરોપોને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચારને લઇને અમારે ત્યાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ છે. સેન્સર બોર્ડની છબી ખરડાય તેવો કોઇપણ પ્રયાસ ચલાવી નહિ લેવાય.

‘ઓનલાઇન સર્ટિફિકેશન સિસ્ટમ’ લાગુ હોવા છતા અને ‘સિસ્ટમમાં સતત સુધારાની અપડેટ’ આપવા છતાં ફિલ્મનિર્માતાઓ એજન્ટો દ્વારા સર્ટિફિકેટ માટે અપ્લાય કરતા હોય છે. આને લીધે ફિલ્મને સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયામાં થર્ડ પાર્ટી એટલે કે ત્રીજા પક્ષના હસ્તક્ષેપને ટાળી શકાતો નથી, અને પારદર્શક વહીવટની સેન્સર બોર્ડની પ્રણાલી સામે જોખમ ઉભું થાય છે, તેવું સેન્સર બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું હતુ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હવે આ સમગ્ર મામલે સીબીઆઇ સેન્સર બોર્ડમાં ભ્રષ્ટાચારની ઘટના અંગે તપાસ શરૂ કરવાની છે.

ફિલ્મ સર્ટિફિકેશન બોડીએ ફિલ્મ નિર્માતાઓને સર્ટિફિકેશન માટે નિર્ધારિત રિલીઝની તારીખ પહેલાં અરજી કરવાની અપીલ કરી હતી. જો ઇમરજન્સી હોય તો જ નિર્માતાઓ, ફિલ્મ નિર્માતાઓએ CBFCના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવો.
દક્ષિણની ફિલ્મોના અભિનેતા વિશાલે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરી તેના સોશિયલ મીડિયા પર ચાર મિનિટનો એક વીડિયો રિલીઝ કર્યો હતો, જેમાં સેન્સર બોર્ડના 2 લોકોના નામ લઇ તેણે ફિલ્મને પાસ કરાવવા સેન્સર બોર્ડના અધિકારીઓને ઓનલાઈન બેંક ટ્રાન્સફર કર્યા છે તેવી વિગતો જણાવી હતી. જેના 24 કલાકની અંદર જ સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેમના અધિકારીને સેન્સર બોર્ડમાં તપાસ માટે મોકલી આપ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button