નુસરત ભરૂચાની બોલ્ડ અદાઓએ ઇન્ટરનેટ પર મચાવ્યો હંગામો
મુંબઈ: ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મે કાર્તિક આર્યનના કરિઅરની ગાડી પૂરપાટે હંકારી તેની સાથે સાથે નુસરત ભરૂચાનું કરિઅરમાં પણ પાટે ચઢાવી દીધું હતું અને તેણે ‘રામ સેતુ’ ‘તું જૂઠી મેં મક્કાર’ અને ‘સોનું કે ટીટ્ટુ કી સ્વીટી’ જેવી અનેક ફિલ્મોમાં અભિનયનો પરચો દેખાડ્યો અને તેની સાથે સાથે ‘દીદાર દે’, ‘છોટે છોટે પેગ’ અને ‘સૈયાજી’ જેવા વિવિધ સોંગ પર પોતાના ડાન્સ મુવ્સથી બધાને ઘાયલ કર્યા.
આ પણ વાંચો: Kangana Ranaut ની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ પૂર્વે વિવાદમાં સપડાઈ, જાણો કારણ…
જોકે, આજકાલ નુસરત તેની પ્રોફેશનલ લાઇફના બદલે પર્સનલ લાઇફના કારણે વધુ ચર્ચામાં છે. હાલ નુસરત કામથી બ્રેક લઇને આનંદની પળો વીતાવી રહી છે અને વેકેશનનો આનંદ માણી રહી છે.
જોકે, પોતાના ફેન્સ નિરાશ ન થાય એ માટે તે પોતાની ઝલક તેમને દેખાડી દેતી હોય છે. એ જ રીતે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક તસવીરો શેર કરી હતી, જેમાં તે કોઇપણ જાતના ઓવર ધ ટોપ આઉટફિટ કે પછી મેક-અપ વિના સાવ સામાન્ય કપડાંમાં ઓરિજિનલ લુકમાં જોવા મળી હતી.
આ પણ વાંચો: આ 37 વર્ષની અભિનેત્રીની સામે હીરો પણ પાણી ભરે છે, જાણો કોણ છે?
સમુદ્રના સાનિધ્યમાં વેકેશન એન્જોય કરી રહેલી નુસરત મેક-અપ વિના પિન્ક બિકીની ટોપ અને વ્હાઇટ પેન્ટ્સમાં જોવા મળી હતી અને વિવિધ અદાઓમાં પોઝ આપીને તેણે પોતાની તસવીરો પડાવી હતી, જે તેણે ખાસ પોતાના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર પણ મૂકી હતી.
નુસરતની આ તસવીરો જોઇને તેના ફેન્સ પણ કોમેન્ટ સેક્શન પર તૂટી પડ્યા હતા અને તેની પ્રશંસા કરતી કોમેન્ટ્સ કરતા જોવા મળ્યા હતા. પોતાની તસવીરો મૂકતા નુસરતે લખ્યું હતું કે ‘મૌસમ ને કીયા ક્યા હસીન સિતમ’. જોકે, મૌસમે સિતમ કર્યો હોય કે નહોય. ફેન્સ સાથે પોતાની બોલ્ડ અને કોઝી તસવીરો શેર કરીને તેણે ફેન્સ પર થતો સિતમ જરૂર દૂર કર્યો હોય તેવું જણાતું હતું. કારણ કે તેના એક ફેને કોમેન્ટ કરી લખ્યું હતું કે તું કેટલા વખતથી સ્ક્રીનથી દૂર છે, તને ફિલ્મોમાં નહીં તો ઠીક ઇન્સ્ટાગ્રામ પર તો જોઇ શકાય છે. તો બીજા ફેને કોમેન્ટ કરતા લખ્યું હતું કે સિતમ તો તમારી આ તસવીરો લોકો પર કરી રહી છે અને આ સિતમ તમે કરતા રહો તેવું તમારા ચાહકો ઇચ્છે છે.