મનોરંજન

Chirag Paswanનું નામ સાંભળીને જ Kangana Ranautએ આપ્યું આવું રિએક્શન…

અત્યારે ઈન્ડિયન પોલિટિક્સમાં ચિરાગ પાસવાન (Chirag Paswan) અને કંગના રનૌત (Kangana Ranaut) બે એવા નામ છે જે સતત ચર્ચામાં રહે છે. બંને વર્ષો બાદ ભલે 2024માં સંસદ ભવનમાં પહેલી વખત મળ્યા હોય પણ પડદા પર દર્શકો બંનેની કેમેસ્ટ્રી પહેલાં જોઈ ચૂક્યા છે. કંગના અને ચિરાગે ફિલ્મ મિલે ના મિલે હમમાં સાથે કામ કર્યું હતું. પરંતુ હાલમાં જ કંગનાએ ચિરાગ પાસવાનનું નામ સાંભળતા જ જે રિએક્શન આપ્યું હતું એ ચોંકાવનારું હતું. આવો જોઈએ આખરે શું કહ્યું કંગનાએ-

હિમાચલ પ્રદેશના મંડીથી સાસંદ બન્યા બાદ કંગના રનૌત જ્યારે પહેલી વખત સંસદ ભવન પહોંચી ત્યારે તેની મુલાકાત તેના કો-સ્ટાર રહી ચૂકેલા ચિરાગ પાસવાન સાથે થઈ અને એ સમયની બંનેની તસવીર અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. ચિરાગે કંગનાને બોલાવીને તેની સાથે વાત કરી હતી. 13 વર્ષ બાદ બંનેના થયેલાં રિયુનિયનના વીડિયોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી હતી.

હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે કંગનાને ચિરાગ પાસવાન સાથેના વીડિયો અને ફોટોને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે કંગનાએ જણાવ્યું કે પાર્લિયામેન્ટને તો છોડી દો પ્લીઝ… આ સવાલ પર મારો આ જ જવાબ હશે. મીડિયા સામે ઈશારો કરતાં કંગનાએ કહ્યું કે તમે લોકોએ એટલો હોબાળો કર્યો કે હવે તો ચિરાગ પણ રસ્તો બદલીને જતો રહે છે.

આ પણ વાંચો : કંગના રનૌત સામે નવી આફતઃ ઈમરજન્સી રિલીઝ થશે કે નહીં?

અત્રે ઉલ્લેખનીય છે કે કંગના અને ચિરાગ બંને રાજકારણમાં એક્ટિવ છે. એક્ટ્રેસ હજી પણ અનેક ફિલ્મો કરે છે, પણ ચિરાગે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને રાજકારણને અપનાવી લીધું છે. ચિરાગનું ફિલ્મી કરિયર ખાસ કંઈ ચાલ્યું નહીં અને 2014માં તેણે પિતા રામવિલાસ પાસવાનનો રાજકીય વારસો સંભાળવાનું નક્કી કર્યું અને આજે તે એક સફળ રાજકારણી તરીકે ઊભરીને સામે આવ્યો છે.

વાત કરીએ કંગના રનૌતની તો કંગના રનૌતની ફિલ્મ ઈમર્જન્સી ટૂંક સમયમાં જ રીલિઝ થવા માટે તૈયાર છે અને તે આ ફિલ્મને લઈને ચર્ચામાં છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button