આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચોમાસામાં બીમારીઓએ માઝા મૂકી, અત્યાર સુધીમાં ૫૭ મોત

મુંબઈ: રાજ્યમાં ચોમાસા સંબંધિત બીમારીથી લોકો પીડાઇ રહ્યા છે. ૨૦૨૪માં મચ્છરજન્ય, પાણીજન્ય અથવા ઇન્ફ્લુએન્ઝા જેવી ચોમાસું બીમારીઓથી પીડિત કુલ દર્દીઓમાંથી ૫૭ દર્દીનાં મોત થયાં છે.

રાજ્યમાં ડેન્ગ્યૂના કુલ ૮,૩૧૫ કેસ નોંધાયા હતા, જેમાં ૧,૭૨૭ દર્દી મુંબઈના હતા. આ સિવાય મેલેરિયાના કુલ ૧૧,૮૦૮ કેસમાંથી ૮૬૩ કેસ સાથે મુંબઈ બીજા ક્રમાંકે અને ૫,૧૪૫ કેસ સાથે ગઢચિરોળી પ્રથમ સ્થાને રહ્યું હતું. તેમ છતાં ડેન્ગ્યૂના અને મેલેરિયાને કારણે મુંબઈમાં એક પણ મોત નોંધાયું નથી.

રાજ્યમાં આ વર્ષે ઇન્ફ્લૂએન્ઝા એ, સ્વાઇન ફ્લૂ અને એચ-૩ એન-૨ના કુલ ૧,૩૩૭ કેસ નોંધાયા હતા જેમાં મુંબઈના ૫૦૪ કેસ હતા. ઇન્ફ્લૂએન્ઝાથી અત્યાર સુધી ૨૪ લોકોનાં મોત થયાં છે, પરંતુ મુંબઈમાં એક પણ મોત નોંધાયું નહોતું.

રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૩ સુધી ૮,૩૭૬ કેસ નોંધાયા હતા અને આઠ જણનાં મોત થયાં હતાં. આ વર્ષે મેલેરિયાના ૧૧,૮૦૮ કેસ નોંધાયા અને સાત જણને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

ગયા વર્ષે ડેન્ગ્યૂના ૫,૮૬૫ કેસ નોંધાયા અને પાંચ જણનાં મોત થયાં. આ વર્ષે ૨૧મી ઓગસ્ટ સુધી ડેંગીના ૮,૩૧૫ કેસ નોંધાયા અને ૧૫ જણનાં મોત થયાં. પ્રાણીઓના મળ-મૂત્રના સંપર્કમાં આવવાથી થતી બીમારી લેપ્ટોસ્પાયરોસિસથી આ વર્ષે ૬૦૧ જણ સંક્રમિત થયા જેમાં એકનું મોત નોંધાયું.

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ લોકોને પોતાનું આસપાસનું પરિસર સાફ રાખવા તથા પાણી જમા ન થવા દેવાની અપીલ કરી છે જેથી મચ્છરો બ્રીડિંગ ન કરી શકે. સ્વાઇન ફ્લૂથી બચવા ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવાનો પણ અનુરોધ કર્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો