વાદ પ્રતિવાદ

ઈસ્લામની હિદાયતમાં ઈલ્મોજ્ઞાનનો મહિમા: પણ અફસોસ! દીવા નીચે અંધારું

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

આ લખનારના એક અભ્યાસ મુજબ ઈસ્લામ ધર્મમાં લગભગ એક લાખ ચોવીસ હજાર જેટલા અંબિયાઓ-નબીઓ-પયગંબરો અર્થાત્ અલ્લાહના સંદેશવાહકો લોકોને સન્માર્ગ દેખાડવા દુનિયામાં આવી ગયા અને વિદિત છે કે સૌથી છેલ્લે પધારેલા પયગંબર હઝરત મહમ્મદ સાહેબ પર દિવ્ય કુરાન વહી આકાશવાણી દ્વારા નાઝિલ (ઉતર્યુ) થયું.

દુનિયાના દરેક ધર્મ, ભદ્ર સમાજ અને સમજદાર વ્યક્તિઓએ જ્ઞાનનો મહિમા ગાયો છે.

  • ઈસ્લામ એક કદમ આગળ વધીને જ્ઞાનના પ્રકાશને કર્તવ્યનિષ્ઠ કરી તેને ઈબાદત (પ્રાર્થના)નો મરતબો; દરજ્જો આપ્યો છે.
  • દિવ્ય કુરાનના ૭૦૪ આયત (શ્ર્લોક, કથનો, વાક્યો)માં જ્ઞાનનો ઉલ્લેખ છે. ૧,૪૦૦ કરતા વધુ વર્ષ પૂર્વે અલ્લાહે જ્ઞાન (ઈલ્મ) ગ્રહણ કરવાનો આદેશ આપ્યો; નમાઝ પઢવાનો અને રોજા રાખવાનો નહીં, પરંતુ પ્રથમ પયગામ દિવ્ય કુરાનમાં પ્રકરણ ક્રમાંક ૯૬મા ૧ થી ૫ શ્ર્લોકોનાં જ્ઞાન વિશે છે. કારણ કે જ્ઞાન-સમજ હશે તો ધર્મ અને તેના ક્રિયાકાંડો તર્કથી તોળી અપનાવી શકાશે.

જ્ઞાન પ્રાપ્તિની પ્રથમ આવશ્યકતા છે શિક્ષણ; ઈલ્મ એટલે વિદ્યા, જ્ઞાન, આવડત. વાંચતા જ ન આવડતું હોય તો વાંચન કેમ થાય? જ્ઞાનિ થવાનો માર્ગ છે વાંચન અને વ્યાખ્યાન. સ્વસ્થ રહેવા શરીરના સ્નાયુઓને બળવાન રાખવા પડે અને તે માટે નિયમિત કવાયત કરવી પડે. તેવી જ રીતે મસ્તિક પણ એક સ્નાયુ જ છે. વાંચન તેની કવાયત છે. અમિરૂલ મુઅમિનીન હઝરત અલી અલૈયહિ સલ્લામ ફરમાવે છે કે, વાંચનથી વ્યક્તિ સમતુલ રહે છે. અન્યોથી એક તસુ ઉંચેરા રહેવું હોય તો પ્રતિષ્ઠિત લેખકોના પુસ્તકોનો અભ્યાસ કરો. વાંચન પછી મંથન અને જીવનમાં તેનો સુમેળ. આપ અલી અલૈયહિ સલ્લામે અરજ વ્યક્ત કરવામાં આવી કે, ‘જ્ઞાન કોની પાસેથી પ્રાપ્ત કરવું?’ આપ હઝરતે ઉત્તર આપ્યો કે, ‘નાત-જાત-ધર્મ-જ્ઞાતિ-રાષ્ટ્રીયતા-રંગ વગેરેની સીમાઓ વગર કોઈ પણ જ્ઞાનિથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન ખોવાયેલો ખજાનો છે. તેને ત્વરીત શોધી કાઢો…!’

જ્ઞાન સંપાદન નિરંતર અને નિતાંત પ્રવાસ છે. જેનો અંત અંતિમ શ્ર્વાસ સાથે આવે છે. જેની જ્ઞાન પિપાસા લુપ્ત થઈ ગઈ છે તે જાણે જલતા હુઆ ચિરાગ મગર રોશની નહીં સમાન છે.
દીને ઈસ્લામના આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) ફરમાવે છે કે, જે દિવસે જ્ઞાનવૃદ્ધિ ન થઈ તે દિવસે જાણે જીવ્યા નહીં. પવિત્ર કુરાનમાં ફરમાવવામાં આવ્યું છે કે, ‘શ્રદ્ધાળુઓ અને જ્ઞાનિઓને અલ્લાહ ઉચ્ચસ્તરે સ્થાન આપશે.’

મૌલા અલી અલૈયહિ સલ્લામનું વિદ્યા-જ્ઞાન સંબંધી બીજું એક કથન છે કે, ‘જ્ઞાન ગ્રહણ કરી તેને જીવનમાં વણી પ્રસાર કરવાથી તમારી શ્રદ્ધા વિશેષ દિપશે. વ્યવહારુ અને ધાર્મિક જ્ઞાનનો શક્ય સમ્નવય જરૂરી છે.

  • જ્ઞાન ગતિ આપે છે,
  • ધર્મ દિશા દાખવે છે.
  • ગતિથી સાચી દિશામાં જવાથી નિર્ધારિત સ્થળે પહોંચી શકાય છે.
  • દુ:ખદ બાબત તો એ છે કે,
  • જે ધર્મે જ્ઞાનને આટલું મહત્ત્વ આપ્યું તેના અનુયાયીઓ હજુ જોઈએ તેટલા શિક્ષણ ક્ષેત્રે પાછળ છે.
  • અગાઉની સરખામણીમાં જોકે જાગૃતિ આવી છે, પરંતુ અન્ય સમાજોની સરખામણીમાં તે ઓછી છે.
    -આબિદ લાખાણી
    સાપ્તાહિક સંદેશ:
    આરસીમાં જે મુખ ધારીધારીને જોવાય છે એ મુખ પર
  • વિશ્ર્વાસઘાત,
  • અસંયમ,
  • અસત્ય
  • અનિતિના કેટલાક અપવિત્ર ડાઘ લાગેલા છે!
  • છતાં ઈન્સાન ગર્વ કરીને ફરે છે!
  • પોતાના સ્થૂળ સૌન્દર્યને દર્પણમાં જોઈ મલકાય છે!
  • અંતરનું રૂપ,
  • આત્માનું સૌન્દર્ય અને
  • પવિત્ર-પાકિઝા જીવનનું લાવણ્ય ભુલાયું એનું જ આ દુ:ખદ પરિણામ છે.
Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો