આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી
ઘણી ફિલ્મોમાં પેટ્સ એટલે કે પાળતુ પ્રાણીઓનો ખાસ રોલ હોય છે
આવા પ્રાણીઓ મનોરંજન કરવાની સાથે ફિલ્મની વાર્તાને આગળ વધારે છે અને આપણને ઈમોશનલ પણ બનાવી દે છે
આજે યાદ કરીએ એ મૂંગા પ્રાણીઓને જેને સ્ક્રીન પર જોઈ તમે હસ્યા કે રડ્યા છો
આવી ફિલ્મોની યાદીમાં સૌથી પહેલું નામ આવે રાજેશ ખન્નાની ફિલ્મ હાથી મેરે સાથીનું
આ ફિલ્મમાં હીરોની હાથી સાથેની દોસ્તી અને હાથીની હત્યા આપણને આજે પણ રડાવી દે તે
વી છે
તેરી મહેરબાનીયાનો મોતી યાદ છે ? જેકી શ્રોફની આ ફિલ્મનો બ્લેક લેબ્રાડોર આંખમાં આસું લાવી દે છે
સલમાન અને માધુરીનું મિલન કરાવવામાં હમ આપકે હૈ કૌનનો ટફી મહત્વનો ભાગ ભજવે છે અને આખી ફિલ્મમાં મજા કરાવે છે
સલમાનની જ ફિલ્મ મૈને પ્યાર કીયામાં તો કબૂતર પર આખું ગીત બન્યુ છે
ફિલ્મ એન્ટરટેઈનમેન્ટની તો વાર્તા જ એક ડોગી પર જ છે કારણ કે હીરોના પિતા પોતાની સંપત્તિ પેટ ડોગના નામે કરી ગયા છે
777 ચાર્લી ફિલ્મનો આખો બોજ ડોગી પર છે. સતત હસાવતો આ ડોગી છેલ્લે તમને રડતા મૂકી જાય છે
ફિલ્મ ક્ષત્રિયમાં વિનોદ ખન્નાનો ખાસ મિત્ર હતો તેનો ઘોડો રાજા. રાજા સાથેની તેની દોસ્તી દર્શકોને ઈમોશનલ કરી દે છે
ફિલ્મોમાં પેટ્સનો ઉપયોગ હવે તો પ્રતિબંધિત છે, પરંતુ એક સમયે દર્શકોને તેમનો ભારે ક્રેઝ હતો