ટોપ ન્યૂઝનેશનલ

‘અગલે જનમ મોહે બિટિયા ના કીજો’: દેશમાં રોજ ૩૪૫ છોકરી થાય છે ગુમ, કોણ જવાબદાર?

નવી દિલ્હીઃ કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસને કારણે પશ્ચિમ બંગાળ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલાને લઈને દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આવો આજે અમે તમને આ કડીમાં એવી મહિલાઓ અને છોકરીઓ વિશે જણાવીએ જે દરરોજ આપણી વચ્ચેથી ગાયબ થઈ જાય છે અથવા ગાયબ કરવામાં આવે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ૨૦૨૨ના રિપોર્ટ અનુસાર ભારતમાં દરરોજ ૩૪૫ છોકરીઓ ગુમ થાય છે, જેમાંથી ૧૭૦ છોકરીનું અપહરણ થાય છે, ૧૭૨ છોકરીઓ ગુમ થાય છે અને લગભગ 3 છોકરીઓની તસ્કરી થાય છે. આમાંથી કેટલીક છોકરીઓ મળી આવે છે, પરંતુ મોટી સંખ્યામાં છોકરીઓનો કોઈ પત્તો નથી લાગતો. મહિલાઓની વધતી અસલામતી દેશ માટે ગંભીર બાબત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

2019થી 2021 વચ્ચે 13.13 લાખથી વધુ ગુમ
જુલાઈ 2023માં ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓના આંકડાઓએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. રિપોર્ટ મુજબ 2019 અને 2021 વચ્ચે દેશમાં 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. સરકારે આ આંકડા નેશનલ ક્રાઈમ બ્યુરો પાસેથી એકત્રિત કર્યા છે. આ રિપોર્ટ અનુસાર આમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરની ૧૦,૬૧,૬૪૮ મહિલાઓ અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની ૨,૫૧,૪૩૦ છોકરીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Nabanna Abhijan: કોલકાતા અભેદ્ય કિલ્લામાં ફેરવાયુ, 6 હજાર પોલીસકર્મીઓ, ડ્રોનથી દેખરેખ…

મધ્ય પ્રદેશમાંથી સૌથી વધુ ગુમ
જો આપણે રાજ્યોની વાત કરીએ તો ગુમ થનારી મહિલાઓ અને છોકરીઓની સૌથી વધુ સંખ્યા મધ્ય પ્રદેશમાંથી છે. અહીં ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે ૧,૬૦,૧૮૦ મહિલાઓ અને ૩૮,૨૩૪ છોકરીઓ ગુમ થઈ હતી. પશ્ચિમ બંગાળ બીજા સ્થાને છે. અહીં ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ છોકરીઓ ગુમ થઈ હતી. જ્યારે ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે. અહીં ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ છોકરીઓ ગુમ થઈ હતી.

માનવ તસ્કરીના કેસ કેટલા?
એનસીઆરબીના ડેટા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨માં સમગ્ર દેશમાં માનવ તસ્કરીના કુલ ૨૨૫૦ કેસ નોંધાયા હતા. આ કેસોમાં પીડિતોની સંખ્યા ૬,૦૩૬ હતી. જેમાં છોકરીઓની સંખ્યા ૧,૦૫૯ હતી અને ૨૦૨૨માં જ છોકરીના અપહરણના ૬૨,૦૯૯ કેસ નોંધાયા હતા. તે જ વર્ષે ૬૨,૯૪૬ છોકરીઓ ગુમ થવાના કેસ નોંધાયા હતા. આમાંથી ઘણી છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. જો કે, મોટી સંખ્યામાં આવી છોકરીઓનું ઠેકાણું આજ સુધી જાણી શકાયું નથી.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો