મનોરંજન

શું પાપાની પરી નવા ઘરમાં શિફ્ટ થશે, શ્રદ્ધા કપૂર આ અભિનેતાની પડોશી બને તેવી શક્યતા

બોલીવૂડ હાલમાં સૌથી વધારે ચર્ચાતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર છે. એક તો તેની સિક્વલ ફિલ્મ 12-13 દિવસમાં જ રૂ. 400 કરોડ કરતા વધારે છાપી ચૂકી છે અને બીજું કે તે ઈન્સ્ટાગ્રામ પર વિરોટ કોહલી બાદ મોસ્ટ પોપ્યુલર પર્સનાલિટી બની ગઈ છે. ફિલ્મ સ્ત્રી-ટુ શ્રદ્ધાના કરિયર માટે માઈલસ્ટોન સાબિત થશે તે વાતમાં કોઈ શક નથી ત્યારે હવે તેના નવા ઘર વિશેના સમાચારોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

થોડા દિવસો પહેલા જ શ્રદ્ધાના પિતા અને બોલીવૂડના સેલિબ્રેટેડ વિલન અને કૉમેડિયન શક્તિ કપૂરના ઘરના ફોટા વાયરલ થયા હતા. જૂહુના દરિયા કિનારે થ્રી બીએચકે ફ્લેટની કિંમત આજે રૂ. 60 કરોડ માનવામાં આવે છે, જે 1987માં તેમને રૂ, સાત લાખમાં જ પડ્યું હતું. જોકે હવે દીકરી આ ઘર છોડી ભાડાના ઘરમાં રહેવા જઈ રહી છે.

આ પણ વાંચો : શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ બાબતે પીએમ મોદીને પાછળ છોડ્યા, જાણો કોણ છે નં.1…

શ્રદ્ધા કપૂર હવે પિતાના ઘરથી દૂર રીતિક રોશનના ઘરમાં ભાડે રહેવા જઈ રહી છે. આ ઘર પણ જૂહુમાં જ છે અને અહીં અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના પણ રહે છે. કહેવાની જરૂર નથી કે આ ફ્લેટ્સ કેટલા લક્ઝુરિયસ હશે, પરંતુ આ એપાર્ટમેન્ટનું ભાડું કેટલું છે તે વિશે હજુ કોઈ માહિતી મળી નથી. અગાઉ આ ઘરમાં વરૂણ ધવન પત્ની નતાશા અને ન્યૂ બોર્ન બેબી સાથે શિફ્ટ થવાની વાતો વહેતી થઈ હતી, પણ આમ બન્યું નથી. હવે શ્રદ્ધા આ ઘરમાં રહેવા જશે તે વાતમાં કેટલો દમ છે તે તો શ્રદ્ધા જ કહી શકે. જોકે બોલીવૂડમાં કે શ્રીમંત પરિવારોમાં સંતાનો અપરિણિત હોય તો પણ અન્ય ઘરમાં શિફ્ટ થાય તે નવી વાત નથી. શ્રદ્ધા હવે સારું કમાતી થઈ છે આથી પોતાની સિંગલ લાઈફ એન્જોય કરે તે સમજી શકાય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button