અમદાવાદઆપણું ગુજરાત

મેઘરાજા હવે તો ખમૈયા કરોઃ સૌરાષ્ટ્રમાં ફરી જળબંબાકાર, કચ્છ પણ પાણી પાણી

અમદાવાદઃ અગાઉ જૂન અને જુલાઈ મહિનામાં વરસાદે સૌરાષ્ટ્રને જળબંબાકાર કરી દીધું હતું ત્યારે ફરી ત્રણેક દિવસથી પંથકમાં ભારે વરસાદ છે અને નદી-નાળા પહેલેથી ભરેલા હોવાથી પાણીનો નિકાલ મુશ્કેલ બની ગયો છે. એક તરફ 72 કલાકથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ હજુ ત્રણેક દિવસ ભારે વરસાદના એંધાણ વચ્ચે સૌરષ્ટ્ર જાણે મેઘરાજાને ખમૈયા કરવા કહી રહ્યું છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં અધધ ૧૨ ઈંચથી વધુ, જામનગર જિલ્લામાં ૧૧ ઈંચથી વધુ અને પોરબંદર જિલ્લામાં ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજના દિવસે પણ સવારે છથી બપોરે ચાર વાગ્યા સુધીમાં દ્વારકામાં સાત ઈંચ અને પોરબંદર, જામનગર સહિત મોટાભાગના જિલ્લા અને શહેરોમાં બેથી ત્રણ ઈંચ વરસાદ ઝીંકાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ગયા 24 કલાકના વરસાદના આંકડા અનુસાર તાલુકાની વાત કરીએ તો, જામનગર તાલુકામાં ૧૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ ૧૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં ૧૧ ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં તથા પોરબંદર તાલુકામાં ૧૦-૧૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, રાજકોટ તાલુકા ૯ ઇંચથી વધુ વરસાદ થયો છે. આમ, સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.

આ પણ વાંચો: Gujarat ને મળશે ભારે વરસાદથી રાહત, ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ ફંટાવાની શક્યતા

વધુમાં, જામનગરના ધ્રોલ તેમજ રાજકોટના ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં ૭ ઈંચથી વધુ જ્યારે, રાજકોટના ગોંડલ, પોરબંદરના કુતિયાણા અને જામનગરના જોડીયા તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મોરબીના વાંકાનેર અને ટંકારા તાલુકામાં, જુનાગઢના વિસાવદર, વંથલી, માણાવદર, મેંદરડા અને કેશોદ તાલુકા ઉપરાંત રાજકોટના ઉપલેટા તાલુકામાં ૫ ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૨ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૮ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૨૭ તાલુકામાં ૨ ઈંચથી વધુ તેમજ ૯૫ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ, રાજ્યના ૮૦ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૫૦ તાલુકામાં સરેરાશ ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આજે તારીખ ૨૮મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર કરીને ૧૦૫ ટકા સુધી પહોંચ્યો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૨૫ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૨ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૪ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આવનારા ત્રણેક દિવસ વરસાદી માહોલ આવો જ રહશે તેવી શક્યતા છે ત્યારે લોકો સૂરજ દેવતા દેખા દે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે પીવાનું અને ખેતીનું પાણી તેમ જ ઘાસચારો આખું વર્ષ મળી રહેશે, તેની સૌને રાહત પણ છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો