શોકિંગ Gujarat Titansના આ ખેલાડીએ આખરે કરી જ લીધી સારા સાથે સગાઈ…

અહં… હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે અહીં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)ના કેપ્ટન શુભમન ગિલ (Shubhman Gill)એ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર (Sara Tendulkar)ની વાત થઈ રહી છે તો એવું નથી બોસ. અહીં વાત થઈ રહી છે ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર સ્પેન્સર જોનસન (Spencer Johnson)ની. યોગાનુયોગ સ્પેન્સની ગર્લફ્રેન્ડનું નામ પણ સારા પેથ્રિક છે. સારા અને સ્પેન્સરે સગાઈ કરી લીધી છે અને એના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. સ્પેન્સરે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

સ્પેન્સર જોનસન ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલરમાંથી એક છે અને ક્રિકેટના મેદાન પર તેનું પર્ફોર્મન્સ હંમેશાથી દમદાર રહ્યું છે. સ્પેન્સરે પોતાના ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કરતાં લખ્યું હતું કે તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. સ્પેન્સર જોનસને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે જેમાં તેની ગર્લફ્રેન્ડ ઈન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરી રહી છે.
આ પણ વાંચો : બૅડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનને દીપિકા પદુકોણે ફોન કરીને કહ્યું કે…
સ્પેન્સર અને તેની ફિયોન્સેએ આ સ્પેશિયલ ડે સેલિબ્રેટ કર્યો હતો. ફેન્સ સ્પેન્સરની આ પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે અને તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેની પોસ્ટ પર આશરે 7727થી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેન્સર આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ માટે રમે છે. જોનસન ઓસ્ટ્રેલિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમીને ડેબ્યુ કરી ચૂક્યો છે. 28 વર્ષીય ખેલાડી આ ખેલાડી ઓસ્ટ્રેલિયાના એડિલેડનો રહેવાસી છે. 2023માં તે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં પહેલી વખત રેકોર્ડ બ્રેક બોલિંગ માટે લાઈમલાઈટમાં આવ્યો હતો.
આ પણ વાંચો : વિરાટ કોહલી હોય તો પણ શું, પત્નીની શૉપિંગ બેગ્સ તો ઉપાડવી જ પડે ને!
વાત કરીએ શુભમન ગિલ અને સારા તેંડુલકરની તો સારા અને શુભમનનું નામ અનેક વખત જોડાઈ ચૂક્યું છે. બંને જણ ઘણી વખત સાથે પણ જોવા મળ્યા છે, પરંતુ રિલેશનશિપને લઈને બંનેમાંથી કોઈએ કંઈ પણ ખુલીને કંઈ કહ્યું નથી.