જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખુબીઓ અને ખામીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે

જ્યોતિષાચાર્યોએ શુક્રને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપ્યો છે. શુક્રને ધન-સંપદા, વૈભવ અને ઐશ્વર્યનો કારક ગણવામાં આવ્યો છે

આમ તો શુક્ર દર 26 દિવસે ગોચર કરે છે, જેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે

પરંતુ શુક્રના નક્ષત્ર પરિવર્તનની પણ તમામ રાશિના જાતકો પર શુભાશુભ પ્રભાવ જોવા મળે છે

બીજી સપ્ટેમ્બરના શુક્ર હસ્ત નક્ષત્રમાં અને ત્યાર બાદ 13મી સપ્ટેમ્બરના ચિત્રા નક્ષત્રમાં ગોચર કરશે

શુક્રના આ ગોચરથી અમુક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે, તેમના માટે સોનેરી સમય શકુ થઈ રહ્યો છે

આવો જોઈએ કઈ છે આ રાશિઓ-

સિંહઃ સિંહ રાશિના જાતકો આ સમય અનુકૂળ રહેશે. આવકના નવા સ્રોત ઊભા થશે. ધનલાભ થશે. બચત કરશો. વેપારી વર્ગને નફો થઈ રહ્યો છે

કન્યાઃ દરેક કામમાં સફળતા મળશે. રોજગાર મળશે. કોઈ સમસ્યમાંથી રાહત મળશે. નોકરીમાં સારું પ્રદર્શન કરશો આર્થિક સ્થિતિ સુધરશે

મકરઃ આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. અટકી પડેલાં કામ પૂરા થશે. નોકરીમાં પ્રમોશન કે પગારવધારો મળી શકે છે. આકસ્મિક ધનલાભ થશે