નેશનલ

Uttar Pradesh માં આઠ રેલવે સ્ટેશનના નામ બદલાયા, જાયસ રેલવે સ્ટેશન હવે ગુરુ ગોરખનાથના નામથી ઓળખાશે

લખનૌ : ઉત્તર પ્રદેશમા(Uttar Pradesh)શહેરોના નામ બદલવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. તેવા સમયે ઉત્તર રેલવેએ પણ લખનૌ ડિવિઝનમાં આવતા આઠ રેલવે સ્ટેશનના નામ બદલી દીધા છે. આ આઠ રેલવે સ્ટેશનોના નામ સ્થાનિક પૌરાણિક સ્થળો અને મહાપુરુષોના નામ પર રાખવામાં આવ્યા છે.

બની રેલવે સ્ટેશનનું નામ સ્વામી પરમહંસ સ્ટેશન

આ નામ બદલાયેલા સ્ટેશનમાં જાયસ સ્ટેશન, અકબરગંજ સ્ટેશન, ફુરસતગંજ રેલવે સ્ટેશન, વારિસગંજ હોલ્ટ સ્ટેશન, નિહાલગઢ સ્ટેશન, બની રેલવે સ્ટેશન, મિસરૌલી સ્ટેશન અને કાશિમપુર હોલ્ટ સ્ટેશનના નામ સામેલ છે. ઉત્તર રેલવેના ડેપ્યુટી કોમર્શિયલ મેનેજર હરિ મોહને જણાવ્યું કે, કાશિમપુર હોલ્ટ સ્ટેશનનું નામ જાયસ સીટી, જાયસ રેલવે સ્ટેશનનું નામ ગુરુ ગોરખનાથ ધામ, મિશ્રૌલી સ્ટેશનનું નામ માં કાલિકન ધામ, બની રેલવે સ્ટેશનનું નામ સ્વામી પરમહંસ સ્ટેશન રાખવામાં આવ્યું છે.

ફુરસતગંજ રેલવે સ્ટેશનનું નામ તપેશ્વર ધામ

જ્યારે નિહાલગઢ સ્ટેશનનું નામ હવે મહારાજા બિજલી પાસી, અકબરગંજ સ્ટેશન હવેથી મા અહોરવા ભવાની ધામ તરીકે ઓળખાશે. જ્યારે વારિસગંજ હોલ્ટ સ્ટેશનનું નામ અમર શહીદ ભાલે સુલતાન રાખવામાં આવ્યું છે. જ્યારે ફુરસતગંજ રેલવે સ્ટેશનનું નામ તપેશ્વર ધામ રાખવામાં આવ્યું છે.

જાયસ રેલવે સ્ટેશન હવે ગુરુ ગોરખનાથના નામથી ઓળખાશે. ગુરુ ગોરખનાથ નાથ સંપ્રદાયના પ્રથમ યોગી હતા. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ જ સંપ્રદાયના છે.

જ્યારે મિશ્રૌલી સ્ટેશનનું નામ અમેઠીના સંગ્રામપુર બ્લોકમાં સ્થિત માં કાલિકન ધામ શકિતપીઠના નામ પર રાખવામાં આવ્યું છે. આ ચ્યવન મુનિની તપોભૂમિ છે.

બની રેલવે સ્ટેશનનું નામ સ્વામી પરમહંસના નામ પરથી રાખવામાં આવ્યું છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એક મહાન સંત, આધ્યાત્મિક ગુરુ અને વિચારક હતા.

અમેઠીના નિહાલગઢ સ્ટેશનનું નામ મહારાજા બિજલી પાસીના નામ પરથી રાખવામાં આવ્યું છે. મહારાજા બિજલી પાસી એ પાસી સમુદાયના રાજા હતા. જે પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદના સમકાલીન હતા.

અમેઠીના ફુરસતગંજ રેલવે સ્ટેશનને તપેશ્વર ધામ તરીકે ઓળખવામાં આવશે. તપેશ્વર ધામ અમેઠીના બહાદુરપુરમાં છે. આ મંદિર જિલ્લા મથકેથી લગભગ 35 કિલોમીટર દૂર છે.

કાશિમપુર હોલ્ટ સ્ટેશનનું નામ જાયસ સિટી રાખવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે મલિક મોહમ્મદ જાયસી જાયસના વતની હતા. તેમણે પદ્માવતની રચના કરી હતી.

રાયબરેલી સ્થિત અકબરગંજ સ્ટેશનનું નામ મા અહોરવા ભવાની ધામ રાખવામાં આવ્યું છે. મા અહોરવા ભવાની ધામ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં સ્થાપિત દેવીની મૂર્તિ દિવસમાં ત્રણ વખત તેનું સ્વરૂપ બદલે છે.

વારિસગંજ હોલ્ટ સ્ટેશનનું નામ દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર શહીદ ભાલે સુલતાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈતિહાસકારોના મતે 1857-58ના યુદ્ધમાં ભાલે સુલતાનોએ દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

Show More

Related Articles

Back to top button
બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર…