આ ચૂંટણીમાં કોઇને પણ ચા નહી પિવડાવુ, જેને વોટો આપવો હોય એ…. ગડકરીનો મેગા પ્લાન
વાશીમ: 2024માં યોજાનર લોકસભાની ચૂંટણી માટે હવે થોડા જ મહિના બાકી છે. આ ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષ અને નેતાઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમીયાન ભાજપના વરિષ્ઠ નેતા નિતીન ગડકરીનું એક નિવેદન હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ લોકસભાની ચૂંટણીમાં હું કોઇને પણ ચા નહીં પિવડાવુ. જે વોટ આપવા માંગે છે તે આપે, અને જેને નથી આપવો એ ના આપે. એમ નિતીન ગડકરીએ કહ્યું હતું.
વાશીમમાં ત્રણ નેશનલ હાઇવેના ઉદઘાટન બાદ નિતીન ગડકરીએ કહ્યું કે, આ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમીયાન કોઇ પણ બેનર કે પોસ્ટર લગાવીશ નહીં એવું મેં નક્કી કર્યું છે. ઉપરાંત ચૂંટણીના સમયદરમીયાન હું કોઇને ચા પણ નહીં પીવડાવુ. જે લોકો મને વોટ આપવા નથી માંગતા તેમણે ન આપવો. હું કોઇની પણ પાસેથી લાચ નહીં લઉ. અને કોઇને લેવા પણ નહીં દઉં. એમ ગડકરીએ સ્પષ્ટપણે કહ્યું હતું.
ગડકરીએ કહ્યું કે, રાજકારણમાં ખોટું બોલવાની કોઇ જરુર નથી. મેં છેલ્લાં 40-50 વર્ષમાં જે કીધું એ કરી બતાવ્યું છે. તમે જે બોલો છો એ કરતાં કેમ નથી એવો સવાલ મને કોઇ જ પૂછી નહીં શકે. એમ પણ નિતીન ગડકરીએ કહ્યું હતું.