જો તમે ચલણનો ઓનલાઇન દંડના ભર્યો તો હવે પોલીસ આવી કાર્યવાહી કરશે…
નવી દિલ્હીઃ જો તમારા વ્હીકલનું ચલણ કપાયું અને તમે તે ભર્યું નહી તો તમારી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. જો તમે ચલણનો ઓનલાઇન દંડના ભર્યો તો હવે પોલીસ તમને કોર્ટ દ્વારા નોટીસ મોકલીને તમારા વાહનને જપ્ત કરી શકે છે તેમજ જો દંડની રકમ વધારે હોય તો પોલીસ તમને પકડીને પણ લઇ જઇ શકે છે.
વાહન વ્યવહાર વિભાગે ઘણા મહિનાઓથી ચલણ ન ભરનારા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. ચલણ ન ભરનારા ડ્રાઈવરોની ઈ-વાહન પોર્ટલની ઍક્સેસ બંધ કરીને 5 હજારથી વધુ ડ્રાઇવરોને નો ટ્રાન્ઝેક્શન કેટેગરીમાં મૂકવામાં આવશે જેના કારણે તમે કોઈપણ પ્રકારના ઓનલાઈન પોર્ટલને ઍક્સેસ કરી શકશો નહીં. આ સાથે દિલ્હી પોલીસે પેન્ડિંગ ટ્રાફિક ચલણ/નોટિસની ચુકવણી માટે દિલ્હીના તમામ કોર્ટ પરિસરમાં 8 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.
પરિવહન અધિકારીએ કહ્યું હતું કે આ તે વાહનો છે જે વિભાગ દ્વારા અલગ કરવામાં આવ્યા છે. અમારી પાસે ટ્રાફિક પોલીસનો ડેટા છે અને આગામી તબક્કામાં અન્ય વાહનોને પણ આ શ્રેણીમાં મૂકવામાં આવશે. વિભાગે કહ્યું હતું કે એવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે જેમાં ચાલકો કપાયોલા ચલણની રકમ ભરતા જ નથી આથી તેમને સજા કરવા માટે કાયદાની જરૂર છે. ટ્રાફિક પોલીસના આંકડા મુજબ, 20,684 થી વધુ વાહનોએ 100 થી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અને તેઓને હજુ સુધી દંડ ભર્યો નથી. દિલ્હી ટ્રાફિક પોલીસે દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને આવા કેટલાય મામલાઓની જાણકારી આપી હતી જેમાં લોકો ઓનલાઈન દંડ ભરતા નથી.
આ વર્ષે 30 જૂન સુધી ટ્રાફિક પોલીસે 58.8 લાખ વાહનોને 2.6 કરોડ નોટિસ પાઠવી હતી. ટ્રાફિક વિભાગ ટ્રફિક સિગ્નલનો ભંગ, સલામતીના નિયમોનું ઉલ્લંઘન સામે કાર્યવાહી કરે છે. તેમજ પરિવહન વિભાગ પ્રદૂષણ નિયંત્રણ નિયમો લાગુ કરે છે. તે જ રીતે હવે પોલીસ દ્વારા ઓનલાઇન દંડના ભરતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.