નેશનલસ્પોર્ટસ

વિનેશ ફોગાટ હરિયાણાની ચૂંટણીમાં ઝંપલાવશે? કુસ્તીબાજે પોતે જ સંકેત આપી દીધો

રોહતક: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી સંબંધમાં બધા પક્ષો રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે અને એમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટનું નામ પણ ચર્ચામાં છે. તે પણ ચૂંટણીમાં ઝુકાવશે એવું માનવામાં આવી રહ્યું છે.

જિંદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિનેશ ફોગાટને સવાલ પૂછાતાં તેણે કેટલાક સ્પષ્ટ સંકેતો સાથે પોતાનો અભિગમ બતાવ્યો હતો.

આ પણ વાંચો: કુસ્તીના મેદાન બાદ હવે ચૂંટણીના મેદાનમાં અજમાવશે કિસ્મત! વિનેશ ફોગાટ કૉંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ

ફોગાટ તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં 50 કિલો વર્ગની ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં લડી હતી. તેનું વજન 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી હતી.

વિનેશ ફોગાટે મંગળવારના કાર્યક્રમના મંચ પરથી કહ્યું, ‘જે પણ રાજનીતિને લગતી વાતો થઈ રહી છે એના વિશે મને કંઈ જ જાણ નથી. ઘણા દિવસથી મારા પર પ્રેશર પણ છે. તમારા બધાની અપેક્ષાઓ પણ છે. પરમાત્મા મને જે કોઈ રસ્તો બતાવશે એ હું અપનાવીશ. કુસ્તીની વાત કરું તો એ વિશે પણ એટલું જ કહીશ કે હવે પછી હું લડીશ કે નહીં એ બાબતમાં પણ હું હજી અસ્પષ્ટ છું.’

આ પણ વાંચો: ખેલકૂદની અદાલતે કઠોર કાનૂનને વખોડ્યો, પણ વિનેશ ફોગાટ વિશે સનસનાટીભર્યું નિવેદન આપ્યું!

રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ સંજય સિંહે તાજેતરમાં ‘વિનેશ ફોગાટ રાજનીતિ ટાળે’ એવું જે કહ્યું એ વિશે પૂછાતાં વિનેશ ફોગાટે કહ્યું, ‘મને વિવાદાસ્પદ સવાલ ન પૂછો. સંજય સિંહ વળી કોણ છે? હું તેને નથી ઓળખતી.’
હવે પછી તમે ફરી કુસ્તી લડશો? એવું પૂછાતાં વિનેશ ફોગાટે કહ્યું, ‘જ્યારે મારું મન ક્લીયર થઈ જશે ત્યારે વિચારીશ કે આગળ શું કરવું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button