અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બી-ટાઉનનું પાવર કપલ છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલે વર્ષ 2017માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી વામિકા કોહલી નામની પુત્રીના માતા-પિતા બન્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે અનુષ્કા ફરી ગર્ભવતી છે. એવું માનવામાં આવે છે કે અભિનેત્રી ટૂંક સમયમાં તેના બીજા બાળકને જન્મ આપવાની છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ટૂંક સમયમાં બીજા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. તેમણે જલ્દી જ ઘરમાં નવા મહેમાનનું સ્વાગત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અનુષ્કાની પ્રેગ્નન્સીનો દાવો એક મહિના પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કરવામાં આવ્યો હતો. હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનુષ્કાની પ્રેગ્નન્સીના રિપોર્ટ સાચા હોઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, સૂત્રે આ વાતની પુષ્ટિ કરી છે કે અનુષ્કા બીજી વખત પ્રેગ્નન્ટ છે. સૂત્રએ દાવો કર્યો છે કે અનુષ્કા તેની પ્રેગ્નન્સીના કારણે લોકો અને લાઇમલાઇટથી અંતર બનાવી રહી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અનુષ્કા શર્મા પ્રેગ્નન્સીને કારણે પતિ વિરાટ કોહલીના ક્રિકેટ ટૂર પર નથી જઈ રહી. એવું માનવામાં આવે છે કે ગત વખતની જેમ આ વખતે પણ તે પોતાની પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં ફેન્સ સાથે આ ખુશખબર શેર કરશે.
થોડા સમય પહેલા જ અનુષ્કા શર્મા-વિરાટ કોહલી મેટરનિટી ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા. તે સમયે અનુષ્કાએ પાપારાઝીને ફોટોગ્રાફ ન લેવાની વિનંતી કરી હતી.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ જાન્યુઆરી 2021માં દીકરી વામિકા કોહલીનું સ્વાગત કર્યું. બંને પહેલીવાર માતા-પિતા બનીને ખૂબ ખુશ હતા. જોકે, આ કપલ પોતાની દીકરીને લાઈમલાઈટથી દૂર રાખે છે. આ દંપતીની દીકરી હવે અઢી વર્ષની થઈ ગઈ છે, પરંતુ આજ સુધી બંનેએ દીકરીનો ચહેરો દેખાડ્યો નથી.
અનુષ્કા શર્મા પાંચ વર્ષ પછી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’થી કમબેક કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે.
Taboola Feed