આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં આજે રાતથી 35 દિવસનો વિશેષ બ્લોક શરુ થશે, લેટ નાઈટ ટ્રાવેલ કરનારાની મુશ્કેલીઓ વધી શકે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇઃ પશ્ચિમ રેલવેમાં પેન્ડિંગ છઠ્ઠી લાઈનનું કામકાજ પાર પાડવા માટે આવતીકાલે રાતથી 35 દિવસનો વિશેષ બ્લોક હાથ ધરવાની પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે. ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કામકાજ માટે 35-દિવસનો મેગા બ્લોક રાખવામાં આવ્યો છે, જેને કારણે લગભગ 650થી 700 ટ્રેન સેવાઓ રદ કરવામાં આવશે. આ બ્લોક આવતીકાલે રાતથી શરુ કરવામાં આવશે, જેથી લાંબા અંતરની સાતે અમુક સબર્બનની લોકલ ટ્રેનો રદ કરવાને કારણે નાઈટ ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે.

આમ છતાં મહત્ત્વની કામગીરી વીકએન્ડમાં 28-29, પાંચ-છ સપ્ટેમ્બરના વિશેષ કામગીરી કરવામાં આવશે. આ બ્લોક આવતીકાલથી શરુ થશે, જે પાંચમી-છઠ્ઠી ઓક્ટોબરના નાઈટ સુધી ચાલશે. આ મેગા બ્લોક દરમિયાન સપ્તાહના અંતે લેવામાં આવશે, જે દસ કલાક સુધી બ્લોકની કામગીરી ચાલુ રહેશે. જોકે, આ બ્લોક દરમિયાન દરરોજ રાતના અંદાજે 130-140 ટ્રેન સેવાઓ રદ થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Maharashtra રાજસ્થાન સહિત દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…

આ બ્લોક દરમિયાન ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે સાડા ચાર કિલોમીટરની લાંબી રેલવે લાઈન તૈયાર કરવાનું કામકાજ પાર પાડવામાં આવશે. અઠવાડિયાના દિવસોમાં આ બ્લોક્સ ટૂંકા હશે અને રાત્રે પાંચ કલાક સુધી ચાલશે, જેમાં ઓછી ટ્રેનો રદ કરવામાં આવશે. સપ્તાહના અંતે અને મોડી રાત્રે સૌથી લાંબો બ્લોક શેડ્યૂલ કરીને મુસાફરોને પડતી અસુવિધા ઘટાડવાનો રેલવેનો ઉદ્દેશ્ય છે. 10-દિવસીય ગણેશોત્સવ દરમિયાન કોઇ બ્લોક લેવામાં આવશે નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ બ્લોકને કારણે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોની અવરજવર પર પણ અસર થઈ શકે છે, જ્યારે મોડી પડી શકે છે. બ્લોકના દિવસોમાં રોજની 100થી 140 ટ્રેન રદ રહેશે, જ્યારે સપ્તાહના અંતમાં 40 ટ્રેનની સર્વિસને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આ ઉપરાંત, 28-29, પાંચમી-છઠ્ઠી ઓક્ટોબરના ગોરેગાંવ-કાંદિવલી વચ્ચે પાંચમી લાઈનમાં નોન-ઈન્ટરલોકિંગનું કામ કરવામાં આવશે. બાંદ્રા ટર્મિનસની ટ્રેનોને અવરજવર કરવામાં વિલંબ થશે, તેથી રેગ્યુલર કરતા એક કલાક મોડી પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં સાંતાક્રુઝ-ગોરેગાંવ છઠ્ઠી લાઇન પરના કામ માટે મેગા બ્લોક લેવામાં આવ્યો હતો, જે દરમિયાન 2,500થી વધુ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી. જોકે, આ વખતના બ્લોકમાં માત્ર 650થી 700 ટ્રેન રદ્ થશે, કારણ કે સપ્તાહના અંતે રાતના સમયે 10 કલાકના મેગા બ્લોક રાખવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓને બહુ મુશ્કેલી નહીં પડે.

નાઇટ બ્લોક્સ સામાન્ય રીતે ચોક્કસ દિવસના આધારે રાતના 10-11 વાગ્યાની વચ્ચે શરૂ થશે. પ્રોજેક્ટના 5મા, 12મા, 16મા, 23મા અને 30મા દિવસ માટે પાંચ મોટા 10-કલાકના બ્લોકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 સપ્ટેમ્બરના રોજ એક નાઇટ બ્લોક સિવાય, 7-17 સપ્ટેમ્બરની વચ્ચે કોઈ બ્લોક નક્કી કરવામાં આવ્યા નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button