આમચી મુંબઈ
છોકરીઓનો પીછો કરી અશ્લીલ ચેનચાળા કરનારો સગીર પકડાયો

થાણે: ભિવંડીમાં છોકરીઓનો પીછો કરી કથિત અશ્ર્લીલ ચાળા કરનારા 15 વર્ષના સગીરને પોલીસે પકડી પાડ્યો હતો.
એક છોકરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ઘટના સોમવારની રાતે 8 વાગ્યાની આસપાસ બની હતી. ફરિયાદી છોકરી રસ્તા પરથી એકલી ચાલતી જઈ રહી હતી ત્યારે આરોપીએ તેનો પીછો કર્યો હતો અને અશ્ર્લીલ ચેનચાળા કર્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીએ ફરિયાદીની ત્રણ બહેનપણીનો પણ પીછો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. છોકરીની ફરિયાદને આધારે ભિવંડી પોલીસે સગીરને તાબામાં લીધો હતો અને રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો :થાણેમાં આ વિસ્તારોમાં 24 કલાક પાણીના રહેશે ધાંધિયા
આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 78 અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ