જાણીતા ફિલ્મ નિર્માતાનું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં….

મલાયલમ ફિલ્મ નિર્માતા એમ મોહનનું 76 વર્ષની વયે કોચીમાં નિધન થયું છે. તેઓ એક ખાનગી હોસ્પિટલમાં ઉંમર સંબંધિત બીમારીની સારવાર લઈ રહ્યા છે. દિગ્ગજ ફિલ્મ મેકરના નિધનથી સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી તેઓ બીમાર હતા. આ જ વર્ષે મે મહિનામાં એમને બ્રેન હેમરેજ થયું હતું. એમ. મોહનના નિધનના સમાચાર સાંભળતા જ તેમના મિત્રો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

જસ્ટિસ હેમા સમિતીના રિપોર્ટના વિવાદોમાં આવ્યા બાદથી થયેલી બબાલ વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ડિરેક્ટર એમ મોહનના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જોરદાર ઝટકો લાગ્યો છે. 27મી ઓગસ્ટના કોચીમાં લાંબી બીમારી બાદ આજે દિગ્ગજ ફિલ્મ નિર્માતા એમ. મોહનનું 76 વર્ષની વયે નિધન થયું હતું. કોચ્ચિમાં ઉંમર સંબંધિત કેટલીક બીમારીઓની સારવાર લઈ રહ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અનુપમા અને બે દીકરા ઉપેન્દ્ર મોહન અને પુરંદર મોહનનો સમાવેશ થાય છે.
ફિલ્મ નિર્માતા એમ. મોહનના આકસ્મિક નિધન બાદ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સોંપો પડી ગયો છે, પરંતુ તેમનું કામ હંમેશા લોકોને યાદ રહેશે. આવતીકાલે એર્નાકુલમ ખાતે એમ મોહનના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 1970માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર એમ મોહને 2005માં પોતાની છેલ્લી ફિલ્મ કરી હતી.
આ પણ વાંચો : ભારે ટ્રોલિંગ બાદ મોહનલાલે લીધો મોટો નિર્ણય! એએમએમએના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
વાત કરીએ એમની બેસ્ટ ફિલ્મોની તો તેમાં ઈદાવેલા, વિદા પરયુમ મુનપે, અલોલમ, તીર્થમ, મુખન, અંગને ઓરુ અવધિકલાથુ, પક્ષે અને મંગલમ નેરુન્નુનો સમાવેશ થાય છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે એમ મોહનનાં પત્ની પણ એક ફેમસ કુચિપુડી ડાન્સર છે અને તેઓ પણ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસ તરીકે કામ કરી ચૂક્યા છે.