બાઈડેને યુક્રેન માટે ‘શાંતિના સંદેશ, માનવતાવાદી સમર્થન’ માટે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી, બાંગ્લાદેશના હિંદુઓ પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી
વોશિંગ્ટન: અમેરિકા (યુએસ)ના પ્રમુખ જો બાઈડેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનમાં તેમના ‘શાંતિના સંદેશ’ અને ‘માનવતાવાદી સમર્થન’ માટે પ્રશંસા કરી છે, કારણ કે કિવની ઐતિહાસિક મુલાકાત દરમિયાન સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા શાંતિના પુનરાગમનની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.
બાઈડેન અને મોદી વચ્ચે સોમવારે ફોન પર વાતચીત યુએસ પ્રમુખ દ્વારા શરૂ કરવામાં આવી હતી, મોદીએ કિવની ઉચ્ચ પ્રોફાઇલ મુલાકાત લીધી હતી તેના ત્રણ દિવસ પછી આ વાત થઈ હતી જે દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને કહ્યું હતું કે યુક્રેન અને રશિયાએ યુદ્ધનો અંત લાવવા માટે સાથે બેસી જવું જોઈએ અને ભારત શાંતિ પુન:સ્થાપિત કરવા માટે ‘સક્રિય ભૂમિકા’ ભજવવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: Social Media યુગનો શુભારંભઃ ઈન્ફ્લુઅન્સર્સને મળીને બાઈડેને કહ્યું કે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં, જો બાઈડેને કહ્યું હતું કે, મેં વડાપ્રધાન મોદી સાથે પોલેન્ડ અને યુક્રેનની તેમની તાજેતરની યાત્રા પર ચર્ચા કરવા માટે વાત કરી હતી અને યુક્રેન માટે તેમના શાંતિ અને ચાલુ માનવતાવાદી સમર્થનના સંદેશ માટે તેમની પ્રશંસા કરી હતી. અમે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાને પણ સમર્થન આપ્યું હતું, એમ બાઈડેને કહ્યું હતું.
મેં વડા પ્રધાન મોદી સાથે તેમની પોલેન્ડ અને યુક્રેનની તાજેતરની યાત્રા પર ચર્ચા કરી અને યુક્રેન માટે તેમના શાંતિના સંદેશ અને માનવતાવાદી સમર્થન માટે તેમની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: તો શું હવે યુદ્ધ અટકી જશે? યુક્રેન મુલાકાતથી પરત ફરેલા પીએમ મોદીએ ઘુમાવ્યો પુતિનને ફોન
પીએમ મોદીના રશિયા, પોલેન્ડ અને યુક્રેનના પ્રવાસ અને બાંગ્લાદેશમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમ પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વખત વાતો થઈ હતી.
વ્હાઇટ હાઉસ દ્વારા આ ફોન વિશે જે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તેમાં બાંગ્લાદેશનો કોઈ સંદર્ભ આપવામાં આવ્યો નહોતો, જેનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ એક્સ પરની પોસ્ટમાં કર્યો હતો.
પીએમ મોદીની યુક્રેનની લગભગ નવ કલાકની મુલાકાત 1991માં તેના સ્વાતંત્ર્ય પછી ભારતીય વડા પ્રધાન દ્વારા પ્રથમ વખત હતી. આ મુલાકાત રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની શિખર મંત્રણાના છ અઠવાડિયા પછી થઈ હતી.
બાઈડેન અને પીએમ મોદીએ યુએન ચાર્ટરના આધારે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેમના સતત સમર્થનની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: Russia Vs Ukraine: યુક્રેનના ડ્રોન એટેકના જવાબમાં રશિયાનો હવાઈ હુમલો
બીજી તરફ એકસ પરની પોસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બાઈડેન સાથેના કોલ દરમિયાન તેઓએ યુક્રેનની સ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્ર્વિક મુદ્દાઓ પર વિગતવાર મંતવ્યોનો વિનિમય કર્યો હતો.
વડા પ્રધાને કહ્યું હતું કે, ‘મેં શાંતિ અને સ્થિરતાના વહેલા પુનરાગમન માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.’
મોદીએ એમ પણ જણાવ્યું હતું કે તેમણે અને બાઈડેને બાંગ્લાદેશમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી અને સામાન્ય સ્થિતિને વહેલી તકે પુન:સ્થાપિત કરવાની અને લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાક્રમો બાદ ભારતે પાડોશી દેશમાં લઘુમતીઓ ખાસ કરીને હિન્દુઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે સતત દબાણ કરી રહ્યું છે. (પીટીઆઈ)