સ્પોર્ટસ

દુલીપ ટ્રોફીના આરંભ પહેલાં જ બે ફાસ્ટ બોલર બીમાર

રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીનું કોઈ કારણ નથી

નવી દિલ્હી: આગામી પાંચમી સપ્ટેમ્બરે બેન્ગલૂરુ તથા અનંતપુરમાં દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને એમાં સારું રમનારા ખેલાડીઓને ભારતની આગામી ત્રણ ટેસ્ટ-સિરીઝ માટેની ટીમોમાં સામેલ કરવા સિલેક્ટરો વિચારવાના હતા, પરંતુ આ ટૂર્નામેન્ટના 10 દિવસ પહેલાં ત્રણ મોટી વિકેટ પડી ગઈ છે. મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક બીમાર પડી ગયા છે, જ્યારે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને કેમ ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો એનું કોઈ કારણ નહોતું અપાયું.

ભારતની આગામી ત્રણ ટેસ્ટ શ્રેણી બાંગ્લાદેશ, ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે રમાવાની છે.
દુલીપ ટ્રોફીનો પ્રથમ રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં છે, પરંતુ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઉપરાન મલિક બીમાર પડી ગયા છે. ટીમ-બીમાં સિરાજના સ્થાને નવદીપ સૈનીને અને ટીમ-સીમાં મલિકના સ્થાને ગૌરવ યાદવને રમવાનો મોકો અપાયો છે. જાડેજા પણ અભિમન્યુ ઈશ્ર્વરનની કૅપ્ટન્સીવાળી ટીમ-બીમાં હતો, પણ તે હવે આ ટીમમાં સામેલ નથી. તેના સ્થાને કોણ રમશે એની જાહેરાત નહોતી કરાઈ.

ગૌરવ 32 વર્ષનો છે અને તે ગઈ ડોમેસ્ટિક સીઝનમાં મધ્ય પ્રદેશની ટીમમાંથી પુડુચેરીની ટીમમાં આવ્યો હતો. 2023-’24ની રણજી સીઝનમાં તેણે 41 વિકેટ લીધી હતી અને તમામ બોલર્સની યાદીમાં બીજા સ્થાને હતો. તેણે એ પહેલાંની ત્રણ સીઝનમાં અનુક્રમે 24, 23 અને 23 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : કૅપ્ટન્સી મળતાં જ આ પ્લેયરે ધમાકેદાર બૅટિંગ કરી

31 વર્ષનો નવદીપ સૈની ભારત વતી બે ટેસ્ટ આઠ વન-ડે અને 11 ટી-20 રમી ચૂક્યો છે જેમાં તેણે 23 વિકેટ લીધી છે. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી સહિતની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 184 વિકેટ છે.

દુલીપ ટ્રોફીમાં શુભમન ગિલ ટીમ-એનો, અભિમન્યુ ઈશ્ર્વરન ટીમ-બીનો, ઋતુરાજ ગાયકવાડ ટીમ-સીનો અને શ્રેયસ ઐયર ટીમ-ડીનો કૅપ્ટન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button