સ્પોર્ટસ

કૅપ્ટન હરમનપ્રીતનો ચોથો વર્લ્ડ કપ, ટીમમાં જાણો કોણ-કોણ છે…

મુંબઈ: આગામી ત્રીજી ઑક્ટોબરે યુએઇ (યુનાઇટેડ આરબ અમીરાત)માં શરૂ થનારા મહિલા ક્રિકેટર્સ માટેના ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઇ (બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા)એ ટીમ જાહેર કરી છે. ઑલરાઉન્ડર હરમનપ્રીત કૌર કૅપ્ટન તરીકે ચોથી વાર (2018, 2020, 2023, 2024) વર્લ્ડ કપમાં વિમેન ઇન બ્લ્યૂની કમાન સંભાળશે, જ્યારે ઓપનર સ્મૃતિ મંધાના વાઇસ-કૅપ્ટન છે.

સિલેક્ટર્સે 15 ખેલાડીઓની ટીમની ઘોષણા કરી છે. આ નવમો વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ છે જે 20મી ઑક્ટોબર સુધી ચાલશે. 10 ટીમ વચ્ચેની આ સ્પર્ધાની મૅચો દુબઈ તથા શારજાહમાં રમાશે.

જુલાઈ, 2024માં એશિયા કપની ફાઇનલમાં પહોંચનાર ભારતની ટીમમાં જે ખેલાડીઓ હતી એમાંથી મોટા ભાગની પ્લેયર્સને વર્લ્ડ કપની સ્ક્વૉડમાં સ્થાન અપાયું છે.

ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનો સમાવેશ છે. પસંદગીકારોએ ફરી એકવાર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની ઓપનિંગ જોડી પર ભરોસો મૂક્યો છે. બૅટિંગમાં મધ્યમક્રમની જવાબદારી કૅપ્ટન હરમનપ્રીત ઉપરાંત જેમાઇમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ અને દીપ્તિ શર્મા પર રહેશે. પૂજા વસ્ત્રાકર અને શ્રેયંકા પાટીલના શિરે મૅચ ફિનિશ કરવાની જવાબદારી રહેશે.

આ પણ વાંચો : મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાંથી હટાવાયો, હવે રમાશે…

વર્લ્ડ કપને હજી ઘણો સમય છે એટલે શ્રેયંકાની ફિટનેસ પર ખાસ ધ્યાન અપાશે. આ ઑલરાઉન્ડર ટૂર્નામેન્ટ પહેલાં ફુલ્લી ફિટ થઈ જશે એવી ખાતરી છે. તે મૅચમાં બાજી પલટાવી નાખવાની ક્ષમતા ધરાવે છે. વિકેટકીપર યાસ્તિકા ભાટિયા પણ આ ટીમમાં સામેલ કરાઈ છે, પરંતુ તે પણ ફિટ હશે તો જ રમી શકશે. 2024ની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં યાસ્તિકાએ મુંબઈ ઇન્ડિયન્સ વતી થર્ડ-હાઇએસ્ટ 204 રન બનાવ્યા હતા.

પેસ બોલર્સમાં રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર સામેલ છે, જ્યારે સ્પિનર્સમાં દીપ્તિ શર્મા ઉપરાંત રાધા યાદવ અને શ્રેયંકા પાટીલ છે.
ભારત ગ્રૂપ-એમાં છે જેમાં પાકિસ્તાન, ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ અને શ્રીલંકા પણ છે. ગ્રૂપ-બીમાં સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કૉટલૅન્ડનો સમાવેશ છે.

વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ:
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ, ડી. હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને સજીવન સજના.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button