મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

દીકરી આરાધ્યા માટે Aishwarya Rai-Bachchanએ કહી એવી વાત કે…

હાલમાં બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ડિવોર્સના સમાચારને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું. ઐશ્વર્યા પણ દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) સાથે પોતાના પિયરમાં જ રહે છે. એટલું જ નહીં પણ ઐશ્વર્યા સાસરિયાવાળા લોકો સાથે જાહેરમાં દેખાવવાનું ટાળે છે. હવે આ બધા વચ્ચે ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને લઈને એવી વાત કહી છે કે જે સાંભળીને તમારી આંખો પણ પહોળી થઈ જશે. આવો જોઈએ શું કહ્યું ઐશ્વર્યાએ-
ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે હાલમાં ભલે સંબંધ વણસેલા છે, પરંતુ દીકરી આરાધ્યાની વાત આવે તો તે એકદમ સ્ટ્રોન્ગ બની જાય છે. એટલું જ નહીં તે સતત આરાધ્યાને પોતાની સાથે રાખે છે અને તેના વિશે વાત કરતાં તે બિલકુલ અચકાતી નથી. ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા માટે કહેલી આ વાત નવી નથી, પણ તેના એક જૂના ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે. ઐશ્વર્યાએ આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેં મારી દીકરી માટે નર્સોનો જમાવડો નથી રાખ્યો. હું મારી દીકરીને ખુદ સંભાળી શકું છું. મને કોઈની જરૂર નથી.

આ પણ વાંચો : લગ્નની ફિલ્મી કરિયર પર Aishwarya Rai-Bachchanએ આપ્યો એવો જવાબ કે જોતો રહ્યો Abhishek…

ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે હું આરાધ્યાને અનકંડિશનલ પ્રેમ કરું છું અને હું એના માટે જ જીવું છું. એ જ મારી આત્મા છે. ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યાને એન્જલ માને છે. કદાચ આ જ કારણ છે કે ઐશ્વર્યાએ જ્યાં જાય ત્યાં પોતાની દીકરી આરાધ્યાને સાથેને સાથે જ રાખે છે. બંને મા-દીકરી વચ્ચે એક અલગ જ બોન્ડ જોવા મળે છે. આ બધી વાતો જ ઐશ્વર્યાને વર્લ્ડ્સ બેસ્ટ મોમ બનાવે છે.

જોકે, હાલમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ હજી સુધી બંનેમાંથી કોઈએ પણ આ મામલે કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી. પણ એ વાત પણ એટલી જ સાચી છે બચ્ચન પરિવારમાં કંઈક તો ઠીક નથી ચાલી રહ્યું, કારણ કે આગ લગે બિના ધૂંઆ તો નહીં ઉઠતા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button