લગ્નના ચાર મહિના બાદ જ પતિને Divorce આપી રહી છે આ એક્ટ્રેસ? કહ્યું, મને દુઃખ…
છેલ્લાં કેટલાય સમયથી ટીવી એક્ટ્રેસ દલજિત કૌર અને તેના પતિ નિખિલ પટેલના ડિવોર્સની વાતો ચાલી રહી છે અને આ બધા વચ્ચે વધુ એક ટીવી એક્ટ્રેસ લગ્નના ચાર મહિનામાં જ ડિવોર્સ લેવા જઈ રહી છે એવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા. આ એક એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ ગોવિંદાની ભાણેજ આરતી સિંહ (Arti Singh) છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરતી સિંહે 25મી એપ્રિલ, 2024ના બિઝનેસમેન દિપક ચૌહાણ (Deepak Chauhan) સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આરતી પતિ સાથે ખુશ-ખુશહાલ જીવન જીવી રહી છે અને બે હનીમૂન પણ એન્જોય કરી ચૂકી છે. પરંતુ હવે લગ્નના ચાર મહિના બાદ જ આરતી અને દિપક ડિવોર્સ લઈ રહ્યા હોવાના સમાચારો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ સમાચારથી ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે.
આ પણ વાંચો : આ કોની યાદ સતાવી નેશનલ ક્રશ Rashmika Mandannaને, વીડિયો શેર કરી આપી માહિતી…
જોકે, હવે એક્ટ્રેસ આરતી સિંહે આ મામલે સ્પષ્ટતા કરી છે અને ડિવોર્સના સમાચારો પર રિએક્શન આપ્યું છે. આરતીએ પતિ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી છે. એક્ટ્રેસે જણાવ્યું છે કે ડિવોર્સના સમાચારથી તેમના પર અસર પડી છે. ડિવોર્સના રિપોર્ટ્સ જોઈને હું ખુબ જ દુઃખી થઈ ગઈ છું એવું આરતીએ જણાવ્યું હતું. આરતીએ એવું પણ જણાવ્યું હતું કે હું અને દિપક એકબીજા સાથે ખૂબ જ ખુશ છીએ. અમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી.
આરતીને જ્યારે પૂછવામાં આવ્યું કે લગ્ન બાદ તેના જીવનમાં કેટલો બદલાવ આવ્યો છે તો તેણે જણાવ્યું હતું કે આવો કોઈ બદલાવ નથી આવ્યો. ઘણી વખત તો હું મારી જાતને પૂછું છું કે શું મારા લગ્ન થઈ ગયા છે? મારી પર કોઈ પ્રેશર નથી. હું અને દિપક મિત્રોની જેમ રહીએ છીએ. દિપક એકદમ કૂલ છે અને જ્યારે તમે લોકો મિત્ર હોવ છો ત્યારે બધુ વસ્તુઓ સરળ બની જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરતી સિંહ છેલ્લી વખત સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં જોવા મલી હતી. આ જ વર્ષે એપ્રિલ મહિનામાં આરતી સિંહ દિપક ચૌહાણ સાથે સિમ્પલ વેડિંગ કરીને ફેન્સને ચોંકાવી હતા.