બીજ એ વનસ્પતિ આધારિત સ્ત્રોત છે. કેટલાક બીજ બ્રેઇન પાવર વધારવા માટે સારા છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટિઑક્સિડન્ટ હોય છે.
મગજની શક્તિ વધારનારા કેટલાક બીજ આપણે જાણીએ
ફ્લેક્સ સીડ્સ- આલ્ફા લિનોલેનિક એસિડ જેવા ઓમેગા-3 ફેટી એસિડ મગજના સ્વાસ્થ્યને ટેકો આપે છે.
ચિયા સીડ્સઃ ચિયાના બીજમાં એન્ટિઑક્સિડન્ટ અને ફાઇબર હોય છે, જે મગજના કાર્ય માટે શક્તિ પૂરી પાડે છે.
કોળાના બીજઃ તેમાં ઝીંક હોય છે જે ઉચ્ચ મેમરી અને ત્રાનવર્ધક કાર્યો માટે જરૂરી છે. તેમાં રહેલા મેગ્નેશિયમ, આયર્ન, કોપર અને એન્ટિઑક્સિડન્ટ મગજનું રક્ષણ કરે છે.
સૂર્યમુખીના બીજઃ વિટામીન ઇથી ભરપૂર છે. મગજના કોષોને સુરક્ષિત રાખવા એન્ટિઑક્સિડન્ટ તરીકે કામ કરે છે.
તલના બીજઃ વિટામિન ઇથી ભરપૂર આ બીજ મગજના કાર્યને ટેકો આપે છે અને બ્રેઇન પાવર વધારે છે.
જીરૂઃ તેમાં એન્ટિઑક્સિડન્ટ હોય છે અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે મગજના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે