આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા મુદ્દે રાજકારણ શરૂ, સંજય રાઉતે કહ્યું કે…

મુંબઇઃ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી થયા બાદ રાજ્યમાં રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. ડિસેમ્બર 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થયા બાદ શાસકો અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. વિપક્ષ હવે શાસક ગઠબંધન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 35 ફૂટ શિવાજીની પ્રતિમા તૂટી પડી, વિપક્ષના શિંદે સરકાર પર પ્રહાર

આ મુદ્દે શિવસેના યુબીટીના સંજય રાઉતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે એવી ટીકા કરી છે કે જ્યાં વડાપ્રધાનનો સ્પર્શ થાય છે ત્યાં વિનાશ જોવા મળે છે. વડાપ્રધાન સ્પર્શે છે તે વસ્તુ માટી બની જાય છે. શિંદે સરકારની ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે આ લોકોએ છત્રપતિ શિવાજી મહારાજને પણ બક્ષ્યા નથી. શિવાજી મહારાજના કામમાં પણ આ લોકોએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે પંડિત નેહરુએ 1956માં પ્રતાપગઢમાં પ્રતિમા સ્થાપિત કરી હતી. તે પ્રતિમા હજી પણ અડીખમ છે. મોગલોએ પણ આ રીતે શિવાજીનું અપમાન નહોતું કર્યું. આઠ મહિનામાં બેઈમાન અને દેશદ્રોહી સરકાર દ્વારા બનાવવામાં આવેલી સિંધુદુર્ગ કિલ્લાની પ્રતિમા ધરાશાયી થઈ ગઈ છે. તેઓની મથરાવટી જ મેલી છે. મહારાષ્ટ્રની ભાવનાઓ સાથે રમત રમી રહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજીનામું આપવું જોઈએ. તેમણે માંગ કરી હતી કે જાહેર બાંધકામ ખાતાના પ્રધાન રવિન્દ્ર ચવ્હાણને બરતરફ કરવામાં આવે.

કોંગ્રેસના નેતા અને વિધાનસભ્ય સતેજ પાટીલે પણ આ મુદે્ સરકારની ટીકા કરી છે અને આ ઘટનાની જવાબદારી લઇને રાજીનામુ આપવાની માગણી કરી છે. આ મામલે નેવી સામે આંગળી ચીંધવામાં આવી રહી છે. એના પર નારાજી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે આપ્ટે નામના વ્યક્તિને આ કામ આપવા વિશે કોણે નૌકાદળને જણાવ્યું હતું. શિવાજીની પ્રતિમાનું શાસ્ત્રોમાં જણાવેલી વિધિ મુજબ યોગ્ય આયોજન કરાયું નહોતું. ભૂલ થઇ હોય તો સરકારે માફી માગવી જોઇએ, પણ નેવી પર દોષારોપણ ના કરવું જોઇએ. સરકાર પોતાનું પાપ બીજાના માથે ઢોળી રહી છે, એવો આક્ષેપ તેમણે કર્યો હતો અને ઉમેર્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ પણ કદાચ એમ ઇચ્છતા હતા કે તેમની પ્રતિમા ફરીથી મહાવિકાસ આઘાડી દ્વારા ઊભી કરવામાં આવે. તો અમે એ જવાબદારી સંભાળીશું.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે