ટોપ ન્યૂઝ

સાવધાન ! Gujarat માં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ…

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે હવામાન વિભાગે આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. ભારે વરસાદની આગાહીના પગલે સરકારે રાજ્યમાં તમામ પ્રાથમિક શાળામાં રજાની જાહેરાત કરી છે.

સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 29મી ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, મઘ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : રહી રહીને અમદાવાદ પર મેઘો થયો મહેરબાન, ઠેર ઠેર પાણી ભરાયા, વૃક્ષો ધરાશાયી

સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ

સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં રેડ એલર્ટ સાથે થડરસ્ટોર્મ એક્ટિવિટી અને 41 થી 61 કિલોમીટર ગતિના પવન સાથે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

બીજી તરફ ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ જ્યારે બનાસકાંઠા અને પાટણ માટે આગામી ત્રણ કલાકની આગાહીમાં યલો એલર્ટ અપાયું છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

કલેક્ટર અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી

હવામાન વિભાગ એ ગુરુવારે સવાર સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે, ત્યારબાદ વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને તમામ કલેક્ટર અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…