જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રી. દેરાવાસી જૈન
લીંબડી નિવાસી હાલ મુંબઈ ચીમનલાલ ચત્રભુજ શાહના પુત્ર જયકાંતભાઈ (ઉં.વ. 84) તા. 26-8-24ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. સંજય, સપનાબેનના પિતા. રૂપલ, મેહુલકુમારના સસરા. સ્વ. સુમંતભાઈ, સ્વ. રમણિકભાઈ, સ્વ. પ્રવિણભાઈ, પ્રતાપભાઈ, રમેશભાઈ, સ્વ. ઈન્દુબેનના ભાઈ. સ્વ. જમનાદાસ ઉજમશી શાહના જમાઈ. ભાવયાત્રા ભારતીય વિદ્યા ભવન, ચોપાટી ખાતે મંગળવાર, તા. 27-8-24ના 10 થી 12.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
જેતપુર નિવાસી હાલ અંધેરી વેસ્ટ જયસુખલાલ છગનલાલ ટોલિયા (ઉં.વ. 90) તે સ્વ. કુસુમબેનના પતિ. વિજય, કલ્પના, સોનલના પિતા. દક્ષેશભાઈ, દીપકભાઈના સસરા. આર્યાના નાન તા. 25-8-24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મહુવા નિવાસી હાલ વિદ્યાવિહાર અ. સૌ. સારિકા ચેતન મહેતા (ઉં.વ. 48) તે સ્વ. ઉષાબેન કનુભાઈ મહેતાના પુત્રવધૂ. રિષભના માતુશ્રી. પ્રીતી જીગ્નેશ શાહના ભાભી. પિયર પક્ષે સાવરકુંડલા નિવાસી ચંદ્રિકાબેન પ્રતાપરાય પારેખના પુત્રી. પરીનના બેન. કિંજલના નણંદ તા. 24-8-24, શનિવારે સંથારો સીજી ગયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ વસઇ પુષ્પસેન ગીરધરલાલ ગાંધીના ધર્મપત્ની અ. સૌ. રેખાબેન (ઉં. વ. 72) તા. 23-8-24ના અરિહંતશરણ પામેલ છે. તે શમા નાસીરકુમારના માતુશ્રી. આશાબેન મહેન્દ્રકુમાર, રંજનબેન જસવંતભાઇ, નિર્મળાબેન હર્ષદરાયના ભાભી. પિયર પક્ષે કાંતિલાલ ધારશીભાઇ કનોડિયાના દીકરી બેન દાનીન, આરીન, સમીન અને સન્નાના નાની. સોનાબેન ફરીદકુમાર, જીનલ શ્રેયસકુમાર તથા ભાગ્યેશભાઇના કાકી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હરસોલ સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન
રૂપાલ નિવાસી હાલ ભાયંદર સવિતાબેન રમણલાલ મંગલદાસ શાહના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં. વ. 76), તે જયશ્રીબેનના પતિ ત્થા પિયુષભાઈ, પ્રગ્નેશભાઈના પિતા. રેખાબેન, જુલીબેનના સસરા. સ્વ.અનિલભાઈ, સ્વ.મહેશભાઈ, અશ્વિનભાઈ, સ્વ.ભુપેન્દ્રભાઈ, જયેન્દ્રભાઈ, રંજનબેન વસંતલાલ, રસિલાબેન અરવિંદકુમારના ભાઈ. શ્વસુરપક્ષે સ્વ.જમનાદાસ લલ્લુભાઈ સંઘવીના જમાઈ, તા.24-8-24 શનિવારના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા તા.28-8-2024 બુધવારે 9.30 થી 11.30, દેવ વાટિકા હોલ, સાઈઠ ફૂટ રોડ, ભાયંદર વેસ્ટ.
ઘોઘારી વીશાશ્રી માળી જૈન
સેંજળીયા (પાલીતાણા)નિવાસી હાલ ભાવનગર શાહ ખુશાલદાસ પાનાચંદના પુત્ર રમણીકલાલ (ઉં. વ. 81) તા.25-8-24ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.ફતેચંદભાઈના નાનાભાઈ, નવીન, દિલીપ, સ્વ.ચેતન, સ્વ.ધીરજબાળા (દેવી), ભારતી, હર્ષાના કાકા. લૌકિક વ્યવહાર રાખેલ નથી નવીન ફતેચંદ શાહ, બી-303, જાનવી બિલ્ડીંગ, શ્રેયાસ સિનેમા સામે, ઘાટકોપર વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના નિરંજન પ્રેમજી ધનાણી (ઉં. વ. 71) તા. 23-8-24ના અવસાન પામેલ છે. સોનબાઈ પ્રેમજી ધનાણીના પુત્ર. રેખાબેનના પતિ. જતીન (નિકી), હીના (રીંકી)ના પિતા. પ્રવીણ, અરવિંદ, નવીન, જયંત, મંજુલાના ભાઈ. હેમલતાબેન મણીલાલના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ : 201/5, શંકરકૃપા, રોડ નં.32, સીતારામ સ્કૂલની સામે, વડાલા (વેસ્ટ).
કારાઘોઘાના શીલાબેન (સુંદરબેન) પ્રાણલાલ સૈયા (ઉં. વ. 72) તા. 24.8.2024 ના અરિહંતશરણ પામ્યા છે. હીરબાઈ શામજી ઘેલાભાઈના પુત્રવધૂ. પ્રાણલાલના ધર્મપત્ની. અમીત, હેતલના માતુશ્રી. લુણીના જીવીબાઈ કુંવરજી સૂરાના સુપુત્રી. હરીલાલ, અમૃતલાલ, કલ્યાણજી, દિલીપ, સાડાઉના હેમલતા હસમુખ ખીમજી, વાંકીના ઉર્મિલા દિનેશ હીરજીના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. 157/502, નંદનવન, પોસ્ટ ઓફીસની સામે, ગાવઠણ, ચેમ્બુર, મું-71.