મરણ નોંધ

હિન્દુ મરણ

વીસા સોરઠિયા વણિક
ધોરાજીવાળા હાલ ભીવંડી સ્વ.અરવિંદભાઇ લક્ષ્મીચંદ શાહના પત્ની જસવંતીબેન (ઉં. વ. 69) 24-8-24ના શ્રીજીચરણ પામેલ છે. તે ઓસાવાલા હિરાચંદ મોરારજી શાહના દીકરી. મેહુલ, દિપેશ, નિકિતાના માતુશ્રી. દિના, યાશિકા, જુગલના સાસુ. રજનીકાંતભાઇ, નલીનભાઇ, દક્ષાબેન અને હેમાબેનના ભાભી. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ગામ લોઠપર-રાજુ (હાલ મુંબઈ) સ્વ. પ્રવીણચંદ્ર શામળદાસ મહેતાના પત્ની તિલોત્તમા (તુલાબહેન) મહેતા (ઉં.વ. 82) તે શૈલા, બિંદુ, રોહન (દીપક)ના માતુશ્રી. અક્ષય ગુપ્તા, હરેશ મહેતા, સ્વ. ફાલ્ગુનીના સાસુ. સ્વ. દિલીપભાઈ, મધુસૂદનભાઈના ભાભી. રુચિ, શિખા, જીત, પ્રથાના દાદી. પિયર પક્ષે પાંચ તલાવડાવાળા સ્વ. નરોત્તમદાસ વ્રજલાલ કાણકિયાની દીકરી તા. 20-8-24ના શિકાગો મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કંડોળીયા બ્રાહ્મણ
મહુવાવાળા હાલ મુંબઈ સ્વ. ભાઈશંકર જેઠાલાલ વ્યાસના ધર્મપત્ની ગં. સ્વ. હંસાબેન (ઉં.વ. 79) તા. 24-8-24, શનિવારના કૈલાસવાસી થયેલ છે. તે જાફરાબાદવાળા સ્વ. દેવશંકર દુર્લભજી ભટ્ટના દિકરી. અ. સૌ. દક્ષાબેન, પરેશભાઈ, કિરણભાઈના માતોશ્રી. સ્વ. ઈશ્વરલાલ, સ્વ. ધીરજલાલ, ભૂપેન્દ્રભાઈ, સ્વ. અ. સૌ. કુંદનબેન, ઉર્મિલાબેન, શોભનાબેનના બેન. જિતેન્દ્રભાઈ નાથાલાલ, રાજશ્રી પરેશના સાસુ. હરિશ્રીના દાદી. સર્વ પક્ષીય સાદડી તા. 27-8-24, મંગળવારે 4 થી 6. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ઉત્તર ક્રિયા ઘરમેળે રાખેલ છે. સરનામું: ભાટિયા ભગીરથી મહાજન વાડી, દાદીશેઠ અગિયારી લેન, મુંબઈ-4.
ડીડુ મહેશ્વરી
હાલ અંધેરી ડો. રોહિતભાઈ જગમોહનદાસ દલાલના પત્ની સ્મિતાબેન (ઉં.વ. 75) તે ડો. વિસ્મય, ડો. રેશના પરીખના માતા. નિરજ, ડો. મેઘનાના સાસુ. જશ, મોહકના દાદી. જય, જીતના નાની. કિરણભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. જિતેન્દ્ર, ડો. ભરતભાઈના ભાભી શનિવાર, તા. 24-8-24ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. 28-8-24ના 5 થી 7 સન્યાસ આશ્રમ, વિલેપાર્લે (પશ્ચિમ).
કચ્છી લોહાણા
સ્વ. મુલબાઇ દયારામ કારીયા કચ્છ ગામ લખપત હાલ મુલુંડવાળાના પુત્રવધૂ લીલાવંતીબેન (ઉં. વ. 83) રવિવાર, તા. 25-8-24ના રામશરણ પામેલ છે. તે સ્વ. તોલારામ (તુલસીદાસ)ના પત્ની. તે સ્વ. દેવકાંબાઇ લાલજી ભવાનજી ગંધા કચ્છ ગામ અંજાર હાલ મુલુંડવાળાના પુત્રી. કુસુમ જમનાદાસ, અશ્વિન, મીના મહેશ, મનોજ તથા લતા રમેશ (મયુર) ઠક્કરના માતુશ્રી. તે કલ્પના, સ્વ. સુમનના સાસુમા. રાહુલ, કૌશિક તથા ગૌરવના દાદીમા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 27-8-24ના 5.30થી 7. ઠે. ગોપૂરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડો. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
ગામ સર હાલ મુંબઈ નિવાસી વિનોદભાઈ કરસનભાઈ બાબરીયા તથા શાંતાબેન બાબરીયાના જયેષ્ઠ સુપુત્ર સ્વ.સંદીપભાઈ બાબરીયા (ઉં. વ. 43) તા.17/08/24 રવિવારના રામશરણ પામ્યા છે. તે નેહલબેનના પતિ. દક્ષરાજના પિતા, ચિંતનભાઈ અને જીતુભાઈના ભાઈ. પિયંકાબેન, અંજુબેનના જેઠ-દિયર, ગિરીશભાઈ રામજી કોળી તથા જયાબેન ગિરીશભાઈ કોળીના જમાઈ, બારમુ તા.28/08/24 બુધવાર 10:00. 301/302, બિલ્ડીંગ નંબર 16, સેક્ટર 6, શાંતી ગાર્ડન, મીરારોડ (ઈ).
વિસા સોરઠીયા વણિક
જામખંભાળીયાવાળા હાલ કાંદિવલી કેતન દલાલ (ઉં. વ. 69) સ્વ. કમળાબેન ખીમચંદ દલાલના પુત્ર. રેખાના પતિ. સ્વ. હરીદાસ પ્રેમજી શાહના જમાઈ. રચના સુશાંત વિચારે, ધૃવી સેતુ રમનના પિતા. મિનાક્ષી, ધૈર્યવાન, નયનાના ભાઈ. મહેન્દ્ર, તરુણના બનેવી શનિવાર, તા.24.8.2024ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ વૈષ્ણવ
દેલવાડાવાળા હાલ બોરીવલી અતુલભાઈ શશીકાંત મોદી (ઉં. વ. 69) 24/8/24ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેનના પતિ. સ્વ. હરિણી, શ્રેયા તથા હર્ષના પિતા. હિરેન તથા ખુશ્બુના સસરા. ગં.સ્વ. નયનાબેન બીપીનચંદ્ર મુની. કલ્પનાબેન કિશોરકુમાર ચિતલીયા, સ્વ. શૈલેષભાઇ તથા દીપકભાઈના ભાઈ. સ્વ. પુષ્પાબેન ઈશ્વરલાલ પટેલના જમાઈ. પ્રાર્થનાસભા 27/8/24ના 4 થી 6. પાવનધામ, મહાવીર નગર, બી સી સી આઈની સામે, કાંદિવલી વેસ્ટ.
મોતાળા બ્રાહ્મણ
હાલ કાંદિવલી નિવાસીના ગં.સ્વ. મીનાબેન પટેલ (ઉં. વ. 78) 25/8/24ના દેવલોક પામેલ છે. તે સ્વ. કૌશિકભાઈ હરિપ્રસાદ પટેલના ધર્મપત્ની. સ્વ. ચંદ્રભાગા મુકુંદરાય જોષીના દીકરી. ક્રોષા તથા રિતેશના માતુશ્રી. મેહુલ દેસાઈ તથા ધ્રુવીના સાસુ. સ્તુતિ તથા ત્વેશાના બા 25/8/24ના દેવલોક પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
કવલકા નિવાસી હાલ ઘાટકોપર જયંતિલાલ અમૃતલાલ વેકરીયા (ઉં. વ. 85) તા.23.08.24નાં શ્રીજીચરણ પામેલ છે. તે અનસૂયાબેન વેકરીયાના પતિ. ધર્મેન્દ્ર, મીના અને ભાવનાના પિતા. સ્વ. જમનાદાસ, સ્વ. ભગવાનજીભાઈ, સ્વ. નગીનદાસ, સ્વ. સવિતાબેન ધ્રુવ, સ્વ. સુશીલાબેન કોઠારી, ચંદ્રિકાબેન તલાટીના ભાઈ. સ્વ. વ્રજલાલ રજકોટીયાનાં જમાઈ. શીતલ વેકરીયા, સ્વ. હરીશ માલવીયા અને રૂપેશકુમારના સસરા. પ્રાથર્નાસભા તા.29.08.2024નાં 5 થી 7. અગ્રસેન ભવન, ત્રીજે માળે, સ્વામિનારાયણ મંદિરની ઉપર, લવંડર હૉલની બાજુમાં, 90 ફીટ રોડ, ઘાટકોપર ઈસ્ટ.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…