તરોતાઝા

પાચનતંત્રની મુશ્કેલીઓ

આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા

પાચનતંત્ર માનવ શરીરનો એક અનિવાર્ય હિસ્સો છે જે ભોજનથી આપણા શરીરમાં આવશ્યક પોષક તત્ત્વોને પ્રવાહિત કરે છે. આપણા શરીરના અન્ય તંત્રની જેમ આ તંત્ર પણ રોગો અને વિકારો માટે અતિસંવેદનશીલ છે જે સામાન્ય કામકાજને પ્રભાવિત કરી શકે છે. લગભગ લોકો પાચનતંત્રની બીમારીઓનો અનુભવ કરે છે. અધિકાંશ વ્યક્તિઓ આ સમસ્યાની ચર્ચા કરવાથી બચે છે તેથી ગંભીર બીમારીઓથી ઘેરાય છે. પાચનતંત્ર સુવ્યવસ્થિત ચાલે તેની તકેદારી રાખવી જોઇએ. આની ઉપેક્ષા ન કરવી જોઇએ. આડેધડ ગોળિયો, ચૂર્ણ, ફાકીઓ લઇ લેવાથી પાચનતંત્ર વધુ નબળું કે ધક્કાછાપ બની જાય છે. કુદરતી આહાર વિશે ધ્યાન દેવું જરૂરી છે. દવાઓ કે ફાકીથી મળ સાફ થઇ તો જશે પણ મેટાબોલીઝમ વ્યવસ્થિત ન થાય તો અલગ અલગ ધાતુ કે વિટામિન્સની ખામીઓ થઇ
જાય છે.

આહાર પદાર્થના વિશેષ ઘટક પ્રોટીન કાર્બોહાઇડ્રેટ વસા, વિટામિન, ખનિજ લવણ અને જલ છે. પ્રોટીન શરીરની મુખ્ય વસ્તુ છે. જેનાથી અંગો બને છે. કાર્બોહાઇડ્રેટ ગ્લુકોઝના રૂપમાં શરીર રહે છે. જેની માંસપેશીઓને સદાય આવશ્યકતા છે. વિટામિન અને ખનિજ લવણની આવશ્યકતા શરીરની ક્રિયાઓના ઉચિત સંપાદન માટે હોય છે. વસા શરીરને રક્ષણ આપે છે. બધા જ ઘટકો સમાંતર હોવા જોઇએ. પાચનતંત્રની ખામીઓથી જ રોગોની શરૂઆત થાય છે. અપ્રાકૃતિક આહાર, વ્યાયમની ઓછપ, અનિયમિતતા, માનસિક દૂષણોને લીધે કબજીયાત અથવા સંકલવિકૃત (બેથી ત્રણ દિવસ સંડાસ ન થવો), ગાંઢપૂરી (સંડાસ પથ્થર જેવું થવું), ગેસને કારણે સંડાસ ન થવો જેવી વ્યાધિઓ થાય છે. શરીરમાં ન પચતો આહાર લેવાથી આ વ્યાધિઓ થાય છે ને તે વધુ આગળ વધતા ક્રોનીક બીમારીઓ.

શરીર તો અદ્ભુત છે. જે રાત અને દિવસ જનમ્યા ત્યારથી મરીયે ત્યાં સુધી સતત આપણને જીવાડવાના પ્રયત્ન કરે છે. આપણે તેને સતત ઝેરી વસ્તુઓ જેવી કે ચહા, સાકર, રિફાઇન્ડ તેલ, બજારૂ કેમિકલવાળા ખાનપાન, રંગબેરંગી ગળ્યા પીપરમિટ, ચોકલેટ, ફલેવરવાળા ઇસબગુલ, કાઢા, ચટણી પેરાફીન તેલવાળા મુખવાસ, સુંગધી અને કલરવાળા મુખવાસને કારણે શરીરમાં પાચનતંત્રને ઘાત થાય છે. પચાવવાનું કામ કરવામાં મુશ્કેલી પડે છે. પાચનતંત્ર માટે આપણે મેથી, હિંગ કે બીજા ચૂર્ણના ફાકડા કે એરંડીયો તેલ ખાઇ લઇ ત્યારે શરીર હજુ વધુ મુશ્કેલીમાં પડે છે. શરીર પરના પાચનતંત્ર આ બધુ પચાવવાનો ભાર હજુ વધી જાય છે. પેશાબમાંથી કે સંડાસમાંથી ક્ષારો ફેકવાનું મેકનિઝમ ખોરવાઇ જાય છે. ક્ષારો અને ઘટકોનું અસંતુલન વધતાં બીજી ઘણીય બીમારી પેદા થાય છે. હર્નિયા, પાઇલ્સ, ભંગદર, યુટરસ પોલેપ્સ, કમરનો દુખાવો, મણકામાં ગેપ આવવો જેવી વ્યાધિ પાછળ પડે છે.

કબજિયાત માટે કોઇ ચૂર્ણ લેવાની જરૂર નથી. આહારમાં પ્રવાહી વધુ લેવા એટલે કે સૂપ વધુ લેવા. જમ્યા પહેલા સૂપ પીવાથી મળ નરમ બને છે. કબજિયાત રહેતા નથી. શરીર પણ સ્ફૂર્તિવાળું રહે છે. મોંઘી વસ્તુના સૂપ લેવા એવું જરૂરી નથી. ટમેટાં, કાચા ટમેટાં, પાલક, તાંદળજો ભાજીના સૂપ અચૂક કબજિયાત દૂર કરે છે. સાથે કેમિકલ યુક્ત આહારનું સેવન બંધ કરવું સંડલ વિકૃતિ (બેથી ત્રણ દિવસ સંડાસ ન થવો) આનો રામબાણ ઇલાજ ગરમાળો છે. આને એક ચમચી જેટલો ભીંજવી પીવાથી પેટની વ્યાધિ દૂર થઇ જાય છે. આહારમાં ચટણીઓ જેવી કે તૂરિયાની છાલની ચટણી , દૂધીની છાલ, ગલકાની છાલ, પપૈયાની છાલ, પેરૂની છાલ, પડવડ (પંડોળા)ની છાલ, ભોપલાની, (પમકીન) છાલની ચટણી તેમાં સિંગદાણા કે નાળિયેરની પેસ્ટ નાખી બનાવી જોઇએ. આહારમાં ભારે દ્રવ્યો કે તળેલો આહાર થોડા દિવસ બંધ કરી દેવો લીલી ભાજીઓનો ઉપયોગ વધુ કરવો. ચોખાની રોટલી કે રાંધેલા ભાતમાં ચોખાનો લોટ નાખી ભાખરી ખાવી. સંકલવૃતીને કારણે શરીરમાં યુરીક એસીડ વધી જાય ખાટા ઓડકાર આવે. ઘણીવાર આંખે અંધારા આવે. શરીરમાં દુ:ખાવા રહે છે. સંડાસમાંથી લોહી પણ પડે છે અને તે ધીરે ધીરે પાઇલ્સમાં પરિવર્તિત થાય છે. દવાઓનો આધાર શરીરને માન્ય નથી. શુદ્ધ આહાર જ વિકલ્પ છે.

ગાંઢપૂરી (મુબારકી) (સંડાસ પથ્થર જેવું થવો)
શરીરમાં પ્રવાહીની ઓછપ અને સૂકા વધુ પડતા તળેલા પદાર્થ, બ્રેડ કે બિસ્કિટ વધુ ખાવાથી, એસેન્સવાળી વસ્તુઓ ખાવાથી કડક ચહા પીવાથી સંડાસ સૂકો બની જાય છે. આગળ જતાં તે ભંગદરમાં પરિણામ પામે છે. સંડાસ આવે ત્યારે ગુદામાં દુ:ખાવો થાય છે. ઘણીવાર હાથથી સંડાસ કાઢવો પડે છે.

આંતરડામાંથી મ્યુકસ આવે છે. એટલે કે ચીકણા દ્રવ્ય આવે છે. ઘણીવાર ગુદામાંથી સતત લોહી વહે છે.

શરીરમાં ઓક્સિજન ઓછું થાય છે. ભીંડાને પાણીમાં પલાળી તેનો રસ લેવાથી આ વ્યાધિ લગભગ દૂર થઇ જાય છે. મૂળા પાનનો રસ, પાલક, તાંદળજોભાજી, કાકડી, ટમેટાંના રસો લેવાથી આને સારો કરી શકાય છે. ચટણીઓનો વધુ ઉપયોગ કરવો જોઇએ. સલાડનો ઉપયોગ વધુ કરવો. અંજીર તાજા કે ડ્રાયફૂટવાળા લેવા જોઇએ. પાઇનેપલનો રસ કે ટુકડા લેવા જેથી પાચનક્રિયા સતેજ બને.

આ વ્યાધિઓ ઘરઘરમાં જોવા મળે છે. બજાર કબજિયાતની દવાઓથી ભરેલું છે. રોજ દવાઓ લેવી અતિનુકસાન કારક છે. સાવધાની જરૂરી છે.

આર્યુવેદિક દવાઓ પણ નુકસાનકારક છે. બાટલીઓ અને ટીકડીરૂપે છે તે અલગ અલગ પાઉડર જે ઔષધિરૂપે છે તે હરડે, નસોતર, અધેડો ડીકામારી
ગૂગળ, ચિત્રક પ્રાકૃતિક રૂપે લેવી જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button