ગાંધીનગરટોપ ન્યૂઝ

ગુજરાતમાં જળાષ્ટમીઃ 230થી વધુ તાલુકામાં ભારે વરસાદ, આવતીકાલે સ્કૂલ બંધ

આજે પાદરામાં સૌથી વધુ વરસાદ, શાળાઓમાં રજા જાહેર

ગાંધીનગરઃ તહેવારોના દિવસોમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતની ધમરોળી નાખ્યું છે ત્યારે ભારે વરસાદને કારણે સમગ્ર પ્રશાસન હરકતમાં આવી ગયું છે. કચ્છથી લઈને કાઠિયાવાડ તેમ જ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેન્દ્ર સરકારે અસરગ્રસ્તોને ઈમરજન્સીની પરિસ્થિતમાં પહોંચી વળવા માટે તાકીદ કરી છે.

સરકારના ઉપલબ્ધ આંકડા અનુસાર રાજ્યમાં 237 તાલુકામાં આજે ભારે વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ બરોડા, પાદરા, બોરસદમાં નોંધાયો છે. પાદરામાં અગિયાર ઈંચ, બોરસદ અને વડોદરામાં દસ ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે 96 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

રાજ્યના મોટા ભાગના શહેરો અને જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં દક્ષિણ, ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જેથી શહેર આખું જળબંબાકાર બન્યું છે. જિલ્લાની સ્કૂલોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.

Jalashtami in Gujarat: Heavy rains in more than 230 talukas, schools closed tomorrow



સુરક્ષાના કારણસર ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી આવતીકાલે તમામ સરકારી ગ્રાન્ડેટ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે.

ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે આગામી૨-૩ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવ્યું છે, જેના કારણે સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત કરવાની ફરજ પડી છે.
ગુજરાતમાં ૫ જિલ્લા સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના પાંચ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…