પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૨૭-૮-૨૦૨૪, જન્માષ્ટમી પારણા, ગોપાલકાલાષ્ટમી
ભારતીય દિનાંક ૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૯
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૩મો તીર, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૦મો આવા, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૨મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૫-૩૭ સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૦ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૧, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સાંજે ક. ૧૭-૧૭,
ઓટ: બપોરે ક. ૧૨-૦૯, મધ્યરાત્રે ક. ૦૦-૧૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – નવમી. નંદ મહોત્સવ, જન્માષ્ટમી પારણા, ગોપાલકાલાષ્ટમી, મંગળાગૌરી પૂજન, શ્રી રામાનુજાચાર્ય જયંતી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મંગળ ગ્રહદેવતાનું પૂજન, વિશેષરૂપે, ચંદ્ર, ધ્રુવ દેવતાનું પૂજન, બ્રહ્માજીનું પૂજન, જાંબુનું વૃક્ષ વાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, મુંડન કરાવવું નહીં. પાટ-અભિષેક પૂજા, બગીચાના કામકાજ, મંદિરોમાં ધજા-કળશ પતાકા ચઢાવવી, નિત્ય થતાં દુકાન-વેપાર, નોકરી, દસ્તાવેજના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી વિનાયક પૂજા.
શ્રાવણ મહિમા: શિવજીને ભજવા માટે પ્રચૂર જ્ઞાન, ભાષાજ્ઞાનની આવશ્યકતા નથી. પરંતુ શ્રદ્ધા અને ભાવની આવશ્યકતા છે. શિવપૂજાના ક્રમ જાણતા ન હોય તો પણ શિવજલાભિષેક, બિલીપત્ર અર્પણ, ધૂપદીપ, પ્રસાદ, આરતી એ સહજ અને સુવિદિત છે. શિવપૂજામાં કેટલું આવડે છે એ મહત્ત્વનું નથી. શ્રદ્ધાપૂર્વકની પૂજા અને અભિષેક જાપ, મહત્ત્વના છે.
આચમન: શુક્ર-હર્ષલ ત્રિકોણ મુસાફરીનો શોખ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ નાણાવ્યવહારમાં સતર્કતા જરૂરી, ચંદ્ર-ગુરુ યુતિ શેરબજારમાં લાભ થાય.
ખગોળ જ્યોતિષ: શુક્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ યુતિ
ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-મિથુન, વક્રી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button