Aamir Khanના એક નિર્ણયને કારણે રડી પડી હતી Kiran Rao, અને કહ્યું કે તું આવું…
દાયકાઓ સુધી બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan)ની ગણતરી કરવામાં આવે છે અને હાલમાં જ એક્ટરે ફિલ્મી દુનિયામાંથી રિટાયરમેન્ટ લેવાની હિન્ટ આપતા જ ખળભળાટ મચી ગયો હતો. 1988માં ફિલ્મ કયામત સે કયામત તકથી લીડ એક્ટર તરીકે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
આમિર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એ કલાકારોમાંથી એક છે જે પોતાના પરફેક્શન અને કામને લઈને સિરીયસનેસ માટે જાણીતા છે. એટલું જ નહીં પોતાના આ સ્વભાવને કારણે જ તેણે પોતાના પરિવારને પણ નજરઅંદાજ કરી દીધો હતો અને આ વાતનો અહેસાસ તેને હાલમાં થયો છે. પણ શું તમને ખબર છે કે એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે આમિરે ફિલ્મી દુનિયાને છોડવાનું મન બનાવી લીધું હતું, ખુદ આમિરે આ વાતનો ખુલાસો કર્યો હતો.
સુપર સ્ટારે હાલમાં જ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ પર આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં પણ આમિરને પૂછવામાં આવ્યું હતું કે જ્યારે તમે આ નિર્ણય તમારા પરિવારને જણાવ્યો ત્યારે પત્ની કિરણ રાવ બાળકોનું શું રિએક્શન હતું? આમિર એ સમયે ફિલ્મી દુનિયાથી દૂર જઈને પત્ની કિરણ રાવ સાથે મળીને બાળકોનું ધ્યાન રાખવા માંગતો હતો. પરંતુ આ નિર્ણય સાંભળીને આમિરની પત્ની અને આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો, એવું આમિરે જણાવ્યું હતું.
આ પણ વાંચો : શું આમિર ખાન ફિલ્મોમાંથી સન્યાસ લઇ રહ્યો છે? શું કહેતા આંખો ભરાઈ ગઈ?
આમિરે આગળ જણાવ્યું હતું કે જ્યારે કિરણ અને બાળકો સાથે આ વાત વિશે વાત કરવાનું નક્કી કર્યું ત્યારે મને સમજાવવામાં આવ્યું હતું કે હું આ રીતે ફિલ્મો ના છોડી શકું. એટલું જ નહીં કિરણ તો મારો આ નિર્ણય સાંભળીને રડી પણ પડી હતી. તેણે મને કહ્યું કે તું ફિલ્મો માટે જ બન્યો છે. જો તું ફિલ્મો છોડશે તો એનો અર્થ એવો છે કે તું અમને પણ છોડી રહ્યો છે, કારણ કે અમે પણ આ જ દુનિયાનો હિસ્સો છીએ. પરંતુ મેં કિરણને સમજાવ્યું કે આવું નહીં થશે. તમે લોકો ખોટું સમજી રહ્યા છો. હું પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું. પણ મને બાદમાં સમજાયું કે કિરણ સાચી હતી.
આ જ પોડકાસ્ટ પર આમિરે મેન્ટલ બ્રેકડાઉન વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે આ ઘટના બાદ હું માનસિક રીતે ભાંગી પડ્યો હતો. ડિપ્રેસ થઈ ગયો હતો. એટલું જ નહીં પણ ઈરા 3થી 12 વર્ષની થઈ ગઈ ત્યાં સુધી તો હું એની સાથે રહ્યો પણ નહોતો. હું પૂરી રીતે ગાયબ નહોતો થયો એની લાઈફમાંથી. એક વર્કિંગ ફાધરની જેમ હું એની સાથે ટાઈમ સ્પેન્ડ કરતો હતો, પણ એ વખતે મેન્ટલી હું એની સાથે નહોતો રહેતો.