ઇન્ટરનેશનલ

ઉત્તર કોરિયાએ ફરી મહાસત્તાઓની ઊંઘ ઉડાડીઃ આત્મઘાતી ડ્રોનનું પરીક્ષણ કર્યું

સિઓલઃ આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ તથા ઈરાન-ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ઘર્ષણના અહેવાલો વચ્ચે ઉત્તર કોરિયા સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં North Koreaએ સ્યૂસાઈડ ડ્રોનનું પરીક્ષણ કરીને વિશ્વની મહાસત્તાઓની ચિંતા વધારી છે.

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના તણાવ વચ્ચે કિમ જોંગ ઉન પોતાની વધતી જતી સૈન્ય ક્ષમતાઓનું પ્રદર્શન કરી રહ્યા છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના મિસાઈલો પ્રત્યેના પ્રેમથી દુનિયા વાકેફ છે. પરંતુ, હવે કિમને ડ્રોન પણ પસંદ આવવા લાગ્યા છે.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને લક્ષ્યો પર હુમલો કરવા માટે રચાયેલ વિશિષ્ટ આત્મઘાતી ડ્રોનનું પ્રદર્શન નિહાળ્યું હતું. આ દરમિયાન કિમે તેમની સેનાની યુદ્ધ તૈયારીઓને મજબૂત બનાવવા અને આવા હથિયારોના વિકાસને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું હતું. આ પરીક્ષણ શનિવારે યોજાયું હતું.

આ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે યુએસ અને દક્ષિણ કોરિયાની સેના સંયુક્ત ક્ષમતાઓને મજબૂત કરવા માટે મોટા પાયે યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ કવાયતનો હેતુ ઉત્તર કોરિયાના વધતા પરમાણુ જોખમો સામે રક્ષણ આપવાનો છે.

ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે શનિવારના પરીક્ષણમાં વિવિધ પ્રકારના ડ્રોનનો સમાવેશ થયો હતો, જે જમીન અને સમુદ્ર પર દુશ્મનના લક્ષ્યો પર હુમલો કરવા માટે વિવિધ અંતરે ઉડવા માટે રચાયેલ છે.
ડ્રોને નિર્ધારિત લક્ષ્યોને ચોક્કસ રીતે નિશાન બનાવતા પહેલા અલગ-અલગ માર્ગો પર ઉડાન ભરી હતી. દક્ષિણ કોરિયાના ‘જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ’ના પ્રવક્તા લી ચાંગ-હ્યુને કહ્યું કે દક્ષિણ કોરિયાની સેના ઉત્તર કોરિયાની ડ્રોન ક્ષમતાઓ ઉપર નજીકથી નજર રાખી રહી છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…