પબ્લિક WiFi spots વધારવા સરકાર લઈ શકે છે આ નિર્ણય, જાણો તમને ફાયદો થશે કે નહીં?
નવી દિલ્હીઃ ઈન્ટરનેટના ખૂબ જ વ્યાપક વપરાશને ધ્યાનમાં લેતા ઘણા જાહેર સ્થળોએ ફ્રી વાઈફાઈ સેવા આપવામાં આવે છે, તેમ છતાં આવી સુવિધાઓ હજુ ઓછી મળી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખી ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ બ્રોડબેન્ડ કનેક્શન ચાર્જ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, પબ્લિક ડેટા ઓફિસ માટે ઉપયોગમાં લેવાતા વાઇફાઇ કનેક્શન માટે આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આમાં તે ઓફિસોનો પણ સમાવેશ થાય છે જે પબ્લિક વાઇફાઇ સેવા પૂરી પાડે છે. સરકારે નક્કી કરેલા લક્ષ્યાંક કરતા ઘણા ઓછા WiFi સ્પોટ છે, આથી તેની સંખ્યા વધારવા સરકાર આ પ્રસ્તાવ સ્વીકારે તેવી સંભાવના છે.
FTTH ની સરખામણીમાં આ ડેટા છે મોંઘા
ટેલિકોમ ટેરિફ ઓર્ડરના એમઓયુમાં TRAI એ ઑબ્ઝર્વ કર્યું કે ઇન્ટરનેટ લીઝ લાઇન ટેરિફ ખૂબ મોંઘા થઈ ગયા છે. આમાં ટ્રાઈએ ફાઈબર-ટુ-ધ-હોમ અને ઈન્ટરનેટ લીઝ લાઈન ટેરિફની સરખામણી કરી છે. ટ્રાઈએ કહ્યું કે 100 Mbps પ્લાનની લીઝ લાઇન ટેરિફ ફાઈબર-ટુ-ધ-હોમ કરતાં 40-80 ગણી મોંઘી છે. આનો અર્થ એ છે કે ઘણા વપરાશકર્તાઓને આના કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે અને તેમને મોંઘુ પડી રહ્યું છે.
ટ્રાઈએ કહ્યું કે ભારતમાં એવી ઘણી દુકાનો છે જેનો નફો ઘણો ઓછો છે અને તેઓ મોંઘા રિચાર્જ પ્લાન પરવડી શકતા નથી. આવી સ્થિતિમાં આવી તમામ દુકાનો માટે સસ્તા પ્લાનનો ઉપયોગ કરવો જોઈએ. પબ્લિક ડેટા ઑફિસ (PDO) માં કેટલીક ઑફિસો એવી છે કે જેને ILL કનેક્શનની જરૂર પણ નથી અને સસ્તા રિચાર્જ પ્લાનની મદદથી સરળતાથી કામ કરી શકે છે, તો મોંઘા રિચાર્જ લીધા પછી તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે.
આ પણ વાંચો :Google Play Store માં 1 સપ્ટેમ્બરથી મોટા ફેરફાર, કરોડો એન્ડ્રોઈડ યુઝર્સને થશે અસર
ઓછા ડેટા વપરાશને ટાંકીને ટ્રાઈએ કહ્યું, ‘પીએમ-વાણી સેન્ટ્રલ રજિસ્ટ્રીમાંથી મળેલી માહિતી અનુસાર, દૈનિક સરેરાશ ડેટા વપરાશમાં ઘટાડો થયો છે. ગયા વર્ષ સુધી સરેરાશ વપરાશ 1 GB નો દૈનિક વપરાશ હતો જે હવે ઘટીને થોડા MB થઈ ગયો છે. આ માસિક સરેરાશ ડેટા મર્યાદા કરતાં ઘણું ઓછું છે. રિટેલ બ્રોડબેન્ડ ગ્રાહકોનો ઝોક ઘટી રહ્યો છે. આને ટાંકીને ટ્રાઈએ બ્રોડબેન્ડ કનેક્શનની કિંમત ઘટાડવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં પબ્લિક ડેટાનો ઉપયોગ કરનારા લોકોને ઘણો ફાયદો થવાનો છે. સાથે જ, એકવાર કનેક્શન સસ્તું થઈ જશે તો ડેટાનો વપરાશ પણ વધશે.